વ્યારા નગરપાલિકાના શ્રી રામ તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ૧૦૦ દિવસના કાઉન્ટ ડાઉનના ભાગરૂપેયોગ પ્રોટોકોલ શિબિર યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

ફક્ત ૨૧ જૂન સુધી જ યોગ સીમિત ન બનતા યોગને આજિવન જીવનમાં ઉતારી સ્વાસ્થ્ય જીવન માટે પ્રોત્સાહન પૂરું પાડતા- જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ

૭૦૦થી વધુ યોગરસિકો યોગ શિબીરમા ઉત્સાહભેર જોડાયા

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત શ્રી રામ તળાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત ૧૦૦ દિવસનાકાઉન્ટ ડાઉનના ભાગરૂપે યોગ શિબિર યોજાયો હતો.આ શિબિરમાં કાર્યક્રમનાં અધ્યક્ષશ્રી તાપી જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ હાજર રહીને યોગ સાધકોમાં ઉત્સાહ વધાર્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now


યોગ લોકોના જીવનનો ભાગ બને અને લોકો તંદુરસ્ત બને એવો સરકારશ્રીનો અભિગમ દર્શાવતા તાપી જિલ્લા સહિત વ્યારા નગરજનોને જ્ણાવ્યું હતું કે ફક્ત 21 જૂન સુધી જ યોગ સીમિત ન બનતા યોગને આજિવન જીવનમાં ઉતારી સ્વાસ્થ્ય જીવન માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાઉથ ઝોન કોઓર્ડીનેટર શ્રીમતિ પ્રીતિબેન પાંડે એ યોગ શિબિરનું સંચાલન કર્યું હતું.આજન યોગ પ્રોટોકોલમાં તાપી જિલ્લાનાં ૭૦૦થી વધુ યોગ રસિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને સમગ્ર આયોજનમાં જિલ્લા કોઓર્ડીનેટરશ્રી મનેશભાઈ વસાવા અને તાપી જિલ્લા કોચ શ્રીઓ શ્રીમતિ જ્યોતિબેન મહાલે,શ્રી ઉમેશભાઈ તામસે,શ્રી શાલીગ્રામભાઈ પાટીલ,શ્રી રાધિકાબેન વળવી,શ્રીમતિ રેખાબેન પાડવી,તાપી જિલ્લા કોર કમિટીનાં સભ્યો શ્રીરાકેશભાઈ મહાલે સહીત વ્યારા તાલુકાની ટિમે જહેમત ઉઠાવી સફળતા મેળવી હતી.

જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામિત,પ્રાંત યુવા વિકાસ અધિકારી મિત ચૌહાણ,શ્રી કરણભાઈ રાણા આર.આર.એસ વ્યારા નગર કાર્યવાહ,પ્રતીક મેડિકલ એડયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ(ભીખીબા કેમ્પસ) ફિઝિયોથેરાપી બાજીપુરા,શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કૉલેજ વ્યારાના સ્ટુડન્ટ, આંગણવાડી વર્કર વ્યારા,DLSS વ્યારાના સ્ટુડન્ટ, વ્યારા નગરપાલિકાનાં વર્કર, અજય જનકરાય નર્સિંગ કૉલેજ ઇન્દુ સહિત વ્યારા નગરવાસીઓઆ યોગ શિબીરમાં જોડાયા હતા.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી