અરવિંદ કેજરીવાલની ધરપકડને પગલે સુરતમાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલની ગત રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવતાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, વરાછામાં મીની બજાર ખાતે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે પહેલાં જ સ્થાનિક પોલીસ દ્વારા તમામ નેતા – કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.


દારૂ નીતિના કેસમાં 21મી માર્ચના રોજ મોડી સાંજે નવી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવતાં કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. દિલ્હીથી માંડીને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે સવારથી જ ઠેર – ઠેર વિરોધ સાથે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત ખાતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સહિત સ્થાનિક સંગઠનના નેતાઓ દ્વારા સવારે 10.30 કલાકે મીની બજાર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકઠાં થઈને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શનને કારણે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને ગણતરીનાં સમયમાં જ તમામ કાર્યકરો – નેતાઓની અટકાયત કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. બીજી તરફ નેતાઓ અને કાર્યકરોના ભારે વિરોધ વચ્ચે પોલીસ જવાનોએ ટીંગાટોળી કરીને એક પછી એક તમામની અટકાયત કરવાની સાથે સારોલી પોલીસ મથકે લઈ ગયા હતા.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

WhatsApp Group Join Now
Instagram Page Join Now
તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી