નિઝર તાલુકાના જુના સજીપુર ગામની સીમમાં આવેલ તાપી નદી માંથી અજાણ્યાની લાશ મળતાં પોલીસે વાલી વારસોને સંર્પક કરવા જણાવ્યું હતું.

તાપી જિલ્લાના નિઝર તાલુકાના જુના સજીપૂર ગામની સીમ માંથી પસાર થતી તાપી નદી માંથી આશરે 45 થી 48 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.જેના વાલી વારસોની શોધખોળ કરવા છતાં નહિ મળી આવતા પોલીસે કંટ્રોલ રૂમ તેમજ નિઝર પોલીસ મથકનો નંબર જાહેર કરી પોલીસ મથકનો સંર્પક કરવા માટે જણાવ્યું હતું.જે માહિતી 5.15 કલાકે આપવામાં આવી હતી.

તાપી જિલ્લાના નિઝર તાલુકા પોલીસ સ્ટેશન પાર્ટ AD-06/2024 CRPC કલમ ૧૭૪ મુજબ તા.૨૫/૦૪/૨૦૨૪ ના ક.૧૩ઃ૩૦ વાગ્યે દાખલ થયેલ ફરિયાદ અનુસાર એક અજાણ્યો ઈસમ (પુરૂષ) કે જે મરણ ગયેલ હોય,જેનું નામ સરનામુ મળી આવેલ નથી. અજાણ્યા ઈસમના વર્ણન જે આશરે ૪૫ થી ૪૮ વર્ષનો શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉંવર્ણનો આશરે ૫ ફૂટ ૫ ઈંચ ઉંચાઈ ,ડાબી આંખની નીચેના ભાગે મસાનું નિશાન છે. તેનો પહેરવેશ શરીરે બ્લુ કલરની ટુંકી બાંયનું ટી શર્ટ,કમરે બ્લુ કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે.
મોજે જુના સજીપુર ગામની સીમમાં તાપી નદીના પાણીના કિનારે થાણાથી ઉત્તરે ૧૦ કિ.મી. ટાઉન બીટ નિઝર પો.સ્ટેની હદમાંથી મળી આવેલ, જે અસ્થિર મગજનો હોવાના કારણે ગામમા; આવર-નવાર રખડતો લોકોને જોવામાં આવતો હતો. જુના સજીપુર ગામની સીમમાં નંદાદેવી માતાના મંદિર પાસે કકદાચ હાથ પગ ધોવા કે પાણી પીવા જતા તેનો પગ લપસી જવાથી ઉંડા પાણીમાં ડુબી જવાથી મરણ ગયેલ હોવાની નોંધ નિઝર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. મરણ જનારના વાલી-વારસો મળી આવે તો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ, તાપી ફોન નંબર- ૦૨૬૨૬-૨૨૧૫૦૦,નિઝર પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૬૨૮-૨૩૧૧૧૨ તેમજ તપાસ કરનાર અધિકારી પો.સ.ઈ.પી.એમ.હઠીલા નિઝર પો.સ્ટેશનનો સંપર્ક કરવા ઈ.ચા.પો.સ.ઈ.ની અખબારી યાદીમાં જણાવાયું છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી