થાઈ ગર્લ કાંડ બાદ હવે ફોરેન્સિક વિભાગનો એક ડોક્ટર હોસ્ટેલમાં દારૂ પીતા ઝડપાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને કોલેજને કેટલાક રેસિડન્ટ ડોક્ટરો કલંકિત કરવા પડયા હોય તેવું જણાઈ આવી રહ્યું છે.ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડો ઋતિક દરજી દવારા રંગરેલિયા મનાવવા માટે હોસ્ટેલમાં જ થાઈ ગર્લ બોલાવવાના સનસનીખેજ અને ગંભીર મામલો હજુ શમ્યો નથી. ગતરોજ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને હજુ તેની વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલી રહી છે.

ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.થાઈ ગર્લ કાંડ બાદ આવી ઘટનાઓને અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓ એલર્ટ થઇ ગયા છે.જેથી ગત રાત્રે ડીન સહિતના અધિકારીઓ પીજી હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા ગયા હતા ત્યારે ફોરેન્સિક વિભાગનો એક ડોકટર હોસ્ટેલ રૂમમાં દારૂ પીતો ઝડપાયો હતો.તેની પાસે દારૂની બાટલી જોઈ અધિકારીઓ ચોકી ગયા હતા.તેજ વખતે તેને વરાછા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now


સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલિકાના ડેપ્યુટી કમિશ્નર તથા સ્મીમેર મેડિકલ કોલેજના ડીન.ડો.દિપક હોવલે,સિનિયર આરએમઓ સાથે માર્શલ સિક્યુરિટી ગાર્ડ્સને લઈને ગત રાત્રે 10.થી 10.30 વાગ્યના અરસામાં પીજી હોસ્ટેલમાં રાઉન્ડ લેવા અને સરપ્રાઈઝ ચેકીંગ કરવા માટે ગયા હતા. આ અધિકારીઓ દવારા ખાસ કરીને જે હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટર્સ રહે છે ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.દરમિયાન અધિકારીઓ જ્યારે સી -બ્લોકના રૂમ નંબર 104 માં પહોંચ્યા ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈ તેઓ ચોકી ગયા હતા.

રૂમની અંદર ફોરેંસિક વિભાગનો ડોક્ટર મૃગેન્દ્ર સીંગ પ્રતાપ સીંગ નલવાયા (ઉ.વ.33 ) દારૂ પીતો મળી આવ્યો હતો.તેની પાસે દારૂની એક બોટલ પડી હતી.એટલુંજ નહીં દારૂની અંદર કોઈ કોલ્ડ્રિંક્સ મિક્ષ કરેલી હતી.ડોક્ટરની આંખો પણ લાલ દેખાઈ રહી હતી.ત્યારે અધિકારીઓએ તેને ઝડપી પાડયા હતા અને તરત એક્શન લઇ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને સિક્યુરિટી ગાર્ડ દ્વારા વરાછા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાના બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે એક બાજુ એક ડોકટર દવારા રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લ બોલાવી હતો જ્યારે એક અન્ય ડોક્ટર દારૂ પિતા ઝડપાયો જેથી આવા કેટલાક ડોકટરો આ પ્રકારના ગોરખધંધા કરી હોસ્પિટલ અને કોલેજને કલંકિત અને બદનામ કરી  રહ્યા છે.


ડોક્ટર વિરુદ્ધ વરાછા પોલીસે મથક ફરિયાદ નોંધી અટક કરી.
વરાછા પોલીસે જણાવ્યું હતું કે ડીન ડો.દિપક હોવલે ગઈ કાલે રાત્રે 10.30 વાગ્યે માર્શલ સાથે સ્મીમેર હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા માટે ગયા હતા ત્યારે ત્યાં આવેલ સી -બ્લોકના રૂમ નંબર 104 માં ડો.મૃગેન્દ્ર સીંગ દારૂના નશાની હાલતમાં મળી આવ્યો હતો.તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી તેની અટક કરી સ્મીમેર હોસ્પિટલમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી