સમય ક્રાંતિ ન્યૂઝ..
વેડ રોડ ખાતે આવેલ હરિઓમ મિલની સામે આજે સવારે રસ્તા વચ્ચે એક ઓટો રીક્ષામાં આગ લાગી જવાના કારણે રીક્ષા રસ્તા વચ્ચે જ ભડભડ સળગવા લાગી હતી. રીક્ષાને સળગતા જોઈ રાહદરીઓમાં નાસભાગ અને અફરાતફરી મચી જવા પામી હતી એટલું જ નહીં રીક્ષાની અંદર સવાર ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ સમયસૂચકતા વાપરી બાહર નીકળી જતા બંનેના આબાદ બચાવ થયો હતો.જ્યારે ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કંટ્રોલમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે આઠેક વાગ્યે વેડ રોડ હરિઓમ મિલ સામેથી એક ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક રીક્ષામાં આગ લાગી ગઈ હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું જેને કારણે આખી રિક્ષા ભડભડ અડગવા લાગી હતી જેને પગલે સ્થળ ઉપર નાશભાગ મચી જવા પામી હતી. ઘટનાને જાણ કરવામાં આવતા મુગલીસરા અને કતારગામ ફાયર સ્ટેશનની ફાયરનાં લાશકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કંટ્રોલમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. એટલું જ નહીં રીક્ષાની અંદર ડ્રાઇવર રાજેશ હરદાસ આદિવાસી અને તેનો પરિચિત અમરસિંહ કસબા સવાર હતા.જોકે તેઓએ સુજબુઝ વાપરી સમયસર રીક્ષામાંથી બહાર નીકળી ગયા હતા. જેથી તેઓનો આબાદ બચાવ થયો હતો.બીજી બાજુ ફાયર જવાનો દ્વારા થોડા જ સમયમાં આગને કંટ્રોલ કરી લેવામાં આવી હતી.જોકે આગ ભીષણ હોવાને કારણે ઓટો રીક્ષા સંપૂર્ણ બળી ગઈ હતી.વધુમાં ડ્રાઇવર રાજેશ આદિવાસીe જણાવ્યું હતું કે આજે સવારે તે અને તેનો પરિચિત અમરસિંહ કસબા રિક્ષામાં હવા ભરવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં જ આગ ભડકી ઉઠી હતી.જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહિ થવા પામી હતી.કારમાં આગ લાગતા નાસભાગ.ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પોણા અગ્યાર વાગ્યાના અરસામાં ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસેથી એક કાર પસાર થઈ રહી હતી l.ત્યારે કારની અંદર અચાનક આગ લાગી ગઈ હતી l.આગ લાગવાને સ્થળો પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો ચોકી ગયા હતા.જોકે ફાયર જવાનોએ તાત્કાલિક સ્થળે પહોંચી જઈ આગ વધુ બેકાબૂ કે વિકરાળ બને તે પહેલા આગને કાબુમાં કરી લેવામાં આવી હતી. જેથી મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી l.જ્યારે આગને કારણે કારને નુકસાન થયું હતું અને સીટ સહિતની ભાગ બળી ગયો હતો.
કારમાં આગ લાગતા નાસભાગ.
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પોણા અગ્યાર વાગ્યાના અરસામાં ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસેથી એક કાર પસાર થઈ રહી હતી l.ત્યારે કારની અંદર અચાનક આગ લાગી ગઈ હતી l.આગ લાગવાને સ્થળો પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો ચોકી ગયા હતા.જોકે ફાયર જવાનોએ તાત્કાલિક સ્થળે પહોંચી જઈ આગ વધુ બેકાબૂ કે વિકરાળ બને તે પહેલા આગને કાબુમાં કરી લેવામાં આવી હતી. જેથી મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી l.જ્યારે આગને કારણે કારને નુકસાન થયું હતું અને સીટ સહિતની ભાગ બળી ગયો હતો.