૧૭૧ વ્યારા મતવિસ્તારના કુલ ૧૩૧૯ અધિકારી-કર્મચારીઓનો ચૂંણીલક્ષી તાલીમ વર્ગ યોજાયો

જે.બી.એન્ડ એસ.એ.હાઈસ્કૂલ વ્યારા ખાતે યોજાયેલ તાલીમ વર્ગનું જિલ્લા ચૂટણી અધિકારી અને તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે નિરિક્ષણ કરી જરુરી માર્ગદર્શન પુરું પાડ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ની ચૂંટણી કામગીરી માટે નિયુક્ત થયેલ ૧૭૧ વ્યારા(અ.જ.જા.) મત વિસ્તારના કુલ ૧૩૧૯ પ્રિસાઈડીંગ અને આસી. પ્રિસાઈડીંગ ઓફીસર, પોલીંગ અને ફીમેલ પોલીંગ ઓફીસર, ઝોનલ અને આસી.ઝોનલ ઓફીસરશ્રીઓની જે.બી.એન્ડ એસ.એ.હાઈસ્કૂલ વ્યારા ખાતે બે દિવસિય ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ હતી.

જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તાલીમવર્ગનું નિરિક્ષણ કરી જરુરી માર્ગદર્શન પુરું પાડ્યું હતુ.આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનરો દ્વારા અધિકારીઓને મતદાનના દિનની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની માહિ‌તી અપાઈ હતી. પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે માહિતી પુરી પાડવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી બબતે જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલા વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે, તેની પણ સમજ અપાઇ હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી