સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કે કે કદમ શાળા ખાતે જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક શનિવારના રોજ સાંજના અરસામાં યોજાઇ હતી.
જેમાં કેટલીક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો માટે શોક પાડી શ્રધાંજલિ અર્પણ કરાઇ હતી.બાદમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી.જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ રુચિર દેસાઈ સહિત જિલ્લા સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
વ્યારાની કે કે કદમ કન્યા વિદ્યાલય ખાતે તાપી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની કારોબારી સમિતિ ની મિટિંગ નું આયોજન થયું હતું.મિટિંગ ની શરૂઆતમાં મૃત્યુ પામેલા શિક્ષકોના પરિજનો તથા રાજકોટ અગ્નિકાંડ અને વડોદરા હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં ને શોક પાડી શ્રધ્ધાંજલિ આપવા મા આવી હતી.ત્યારબાદ શિક્ષકોને જુની પેન્શન યોજના તેમજ અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત વિદ્યાર્થીઓના વિકાસ લક્ષી કાર્યક્રમ વગેરે તે અંગેની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત જિલ્લા ની તમામ શાળાઓની મુલાકાત કરી શિક્ષકોનાં પ્રશ્નોની જાણકારી મેળવી તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું.આ મીટીંગ માં ગુજરાત માઘ્યમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ રૂચિર દેસાઈ, તાપી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજય પટેલ,મહામંત્રી કાન્તિ ચાવડા, નિલેશ ચૌધરી, ગોપાલ પરમાર, ધર્મેશ ગામીત,સુનીલ ગામીત , અતુલ ગામીત, વિજય રાણા સહિત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.