રાજ્યના નગરો-શહેરોમાં વસવાટ કરતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

સમય ક્રાંતિ ન્યૂઝ..

ચોમાસુ પૂરું થાય એટલે ત્વરાએ રસ્તા મરામત કામો નગર પાલિકાઓ શરૂ કરી શકે તે માટે એડવાન્સમાં નાણાં ફાળવણી કરવાનો મુખ્યમંત્રીશ્રી નો અભિગમ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ૧૫૭ નગરપાલિકાઓને મળશે ગ્રાન્ટ

મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે ૨૦૨૩-૨૪ સુધીમાં ૮૧૦.૯૫ કરોડ રૂપિયા રાજ્ય સરકારે ફાળવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂ. ૧૦૦ કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

નગરો-શહેરોમા વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે.રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરો , નગરોના રસ્તાઓને થયેલું નુકશાન દુરસ્ત કરવા નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી જ હાથ ધરી શકે તેવા હેતુસર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવણી એડવાન્સમાં કરવાનો અભિગમ અપનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવ્યા છે.આ અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે શહેરી વિકાસ વિભાગે ૪૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટની જોગવાઈઓ કરેલી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી ચોમાસું પૂરું થયે વહેલી તકે શરૂ થઈ શકે અને નાગરિકોને ત્વરાએ સારા સુવિધા યુક્ત માર્ગો ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ કુલ ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે.

તદ્અનુસાર ‘અ’ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧ કરોડની, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ૮૦ લાખ, ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૬૦ લાખ અને ‘ડ’ વર્ગની ૪૫ નગરપાલિકાઓને પાલિકા દીઠ રૂ. ૪૦ લાખની સૂચિત ફાળવણી માર્ગોની મરામત વગેરે કામો માટે કરાશે.

આ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે કુલ ૮૧૦.૯૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે.

Related Posts
માનવ સેવા એ જ માધવ સેવા ગણપતિ ઉત્સવની સાથે સાથે દાદા મોરિયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા સર્વે રોગ નિદાન મેગા કેમ્પ સાથે મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરમાં આવેલ ધોડિયાવાડ વિસ્તાર જેમાં દાદા મોરીયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા ભક્તિ સાથે શક્તિ નો Read more

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, સ્થિતિ તણાવપૂર્ણ, અનેક વાહનોમાં તોડફોડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. શહેરના સૈયદપુરા વિસ્તારમાં આજે સાંજે એક ગણપતિ મંડપ પર પથ્થરમારાની ઘટનાએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પ્રાપ્ત માહિતી Read more

કેન્દ્ર સરકારે પૂર્વ ટ્રેઈની IAS પૂજા ખેડકરની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેન્દ્ર સરકારે શનિવારે 7 સપ્ટેમ્બરે પૂર્વ તાલીમાર્થી અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS)માંથી મુક્ત Read more

તાપી જિલ્લાના વ્યારા તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલીના શિક્ષિકા શ્રીમતિ ચૌધરી સંગીતાબેન દ્વારા અપાઇ રહ્યુ છે નવતર શિક્ષણ

અભ્યાસ છોડી સાસરે જતી રહેલી દિકરીઓ ફરીથી ભણે તે માટે શિક્ષણનું મહત્વ સમજાવી દિકરીઓ ને ફરી એડમિશન અપાવી ભણતર પુરું Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી