સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ ગામમાં આવેલ એક હાઇસ્કૂલના વિકૃત શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાલોડ ગામની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક વિજય ડી ચૌધરી દ્વારા ફરિયાદી તેમજ ૧૦ થી વધુ સગીર વયની વિદ્યાર્થીની ઓને વર્ગ ખંડમાં નોટબુકમાં લેશન ચેક કરવાના બહાને તેમજ અલગ અલગ રીતે વિકૃત રીતે સ્પર્શ કરતો હતો.
જેમાં વિદ્યાર્થીની ઓની નજીક આવી લેશન ચેક કરવા સારુ નોટના પાના ફેરવવાનું કહી હાથને સ્પર્શ કરી તેમજ જાણી જોઈને કોઈ પણ વસ્તુ પેન કે ડસ્ટરને નીચે પાડી દઈ વિદ્યાર્થીની ઓને તે વસ્તુ ઉપાડવા જણાવવીને વિદ્યાર્થીની ઓની છાતીના ભાગે ગંદી નજરથી જોયા કરતો તેમજ આ વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિદ્યાર્થીની ઓને પગથિયા પર આવતા જતા રસ્તામાં સામેથી આવી રસ્તો રોકવાનો પ્રયાસ કરી વિદ્યાર્થીની ઓને સ્પર્શ કરી સગીર વયની વિદ્યાર્થીની ઓની જાતીય સતામણી અને છેડતી કરતો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.બનાવને લઇ મજબૂત મન ધરાવતી વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ મથકના દ્વાર ખખડાવવામાં આવતા પોલીસે શિક્ષક સામે કોઈ પણ જાતની સંવેદના દર્શાવ્યા વિના તરત જ ગુનો દાખલ કરી દિધો હતો.જેમાં કોઈ પણ પ્રકાર ની શરમ નહિ રાખતા વાલોડ પોલીસની કામગીરી પણ બિરદાવવા જેવી હતી.હાલ તો પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરતા શિક્ષણ જગતમાં ચર્ચા એ જોર પકડ્યું છે.અને આવા શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે…….
વધુ સમાચાર માટે..