સમય ક્રાંતિ ન્યૂઝ..
ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ આ અથડામણમાં સેનાના એક અધિકારી સહિત પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પાંચ અધિકારીઓ પૈકી એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા હતા.
સુરક્ષા દળોએ હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. તેમજ વધારાના સુરક્ષા દળોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સાંજે લગભગ 7.45 વાગ્યે દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ઓપરેશન ધનુષને મોટી સફળતા
આતંકવાદીઓની મંશા જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ કરવાની હતી. જો કે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, 268 બ્રિગેડ કેરન સેક્ટરના કમાન્ડર, BTIG એનએલ કુરકર્ણીએ કહ્યું કે ઓપરેશન ધનુષ એ સેનાની એક નોંધપાત્ર સફળતા છે. જેમાં કુપવાડા પોલીસ સાથેના સંયુક્ત પ્રયાસે કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.
ચાર જવાનો શહીદ થયા
આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, વિશેષ ગુપ્ત માહિતીના આધારે ડોડાના ઉત્તરમાં સામાન્ય વિસ્તારમાં આર્મી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું. દરમિયાન રાત્રે લગભગ 9 વાગ્યે આતંકવાદીઓ સાથે સુરક્ષા જવાનોનો સંપર્ક થયો હતો, ત્યારબાદ ભારે ગોળીબાર થયો હતો. ત્યારે આ વિસ્તારમાં વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે.