સમય ક્રાંતિ ન્યૂઝ..
મુખ્ય મથક સોનગઢ ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનો અનુરોધ
સિંગપુર-વાડી ભેંસરોટ-સિંગલખાંચ રોડ (માઇનોર બ્રિજ) (ગ્રા.મા.) ચે.૬/૩૮૦ મોજે.સિંગલખાંચ તા.સોનગઢ જિ.તાપી રસ્તા પર લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને “માઇનોર બ્રિજ” બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાથી ચોમાસાની સીઝનમાં ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોય,તેવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ નથી.
તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી આર.આર.બોરડને મળેલ સત્તાની રૂએ હાલના કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી તેના બદલે મુખ્યમથક સોનગઢ ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે સિંગલખાંચ બ્રિજથી પાથરડા એકલવ્ય સ્કુલથી આદર્શ નિવાસી શાળાથી ઉકાઇને જોડતા રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે..
આ જાહેરનામું તા.૦૨/૦૮/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને.૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.