લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

રાજ્યની ૨૬ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી