સમય ક્રાંતિ ન્યૂઝ..
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત તાપી જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ.ઓ (વ્યારા, વાલોડ, ઉકાઈ, ઉચ્છલ, કુકરમુંડા, નિઝર, ડોલવણ) ખાતે પ્રવેશ સત્ર -૨૦૨૪ માં વિવિધ વ્યવસાયો / ટ્રેડોની ખાલી રહેલ બેઠકો માટે ચોથા રાઉન્ડ (વહેલા-તે-પહેલાના ધોરણે)ની
પ્રવેશ પ્રક્રિયા તા.૩૦-૦૯-૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો સાથે નજીકની આઈ.ટી.આઈ. ખાતે રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ. નો રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા કૌશલ્ય વિકાસ અધિકારી,વ્યારા- તાપીની અખબાર યાદીમાં જણાવાયું છે.