સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના સિરસપાડા ગામે આવેલ એક ડિજિટલ સોપમાં તસ્કરો ત્રાટકયા હતા અને લાખો રૂપિયાનો સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ રાત્રિ દરમિયાન કરતી પેટ્રોલિંગ સુ ખાલી નામ પૂરતી જ છે કે સુ છાસ વડે બાઈક ચોરી અને ઘર ફોડ ચોરીના કિસ્સામાં વધારો થયો છે જેને લઈ તાલુકાના રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે પોલીસ સઘન પેટ્રોલિંગ સાથે આવા તત્વો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિરસપાડા ગામે આવેલ સતીશ ડિજિટલ શોપ નામની દુકાનની પાછળ આવેલ દરવાજો તોડી અજાણ્યા ચોર ઈસમો લેપટોપ,ટેબ્લેટ,મોબાઈલ અને સીસીટીવી ની હાર્ડડિસ્ક ની ચોરી કરી પલાયન થયા હતા.જેમાં અંદાજિત 4 લાખના મુદ્દામાલની ચોરી થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.જે માહિતી આજે 5 કલાકે આપવામાં આવી હતી.