સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પંચાયતના ઈજનેર દ્વારા તાલુકા પંચાયતમાં કામ કરતા બે કોન્ટ્રાકટ કેયૂર સોલંકી અને રાજન ઉર્ફ રાજુ હિંગડે વિરૂદ્ધ ફરિયાદ આપવામાં આવી છે.જે ફરિયાદ ડુપ્લીકેટ કામ પ્રકરણમાં સરકાર સાથે છેતરપિંડી અંગે આપવામાં આવી છે.ત્યારે આ બે આરોપી કોન્ટ્રાકટર હાલ ફરાર છે.ત્યારે સવાલ એ થાય છે કે અગાઉ એમના દ્વારા કરાયેલા કામોની તપાસ થશે કે નહીં ???
તો બીજી તરફ રાજકીય પીઠબળ વગર ડુપ્લીકેટ કામ કરી બિલ ઉપાડી લેવા એ વાત ગળે કેવી રીતે ઉતરે ?? તાલુકા પંચાયત વ્યારા ખાતે કામ કરતા બંને કોન્ટ્રાકટર કેયૂર સોલંકી અને રાજન ઉર્ફ રાજુ હિંગડે ને બે અલગ અલગ રાજકીય પક્ષ ના આગેવાનો નું પીઠબળ હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.ત્યારે જેતે સમયના રાજકીય આગેવાનો અથવા હોદ્દેદારો ની પણ તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.સમગ્ર મામલે વિજિલન્સ ટીમ જો તપાસ કરે તો બહુ મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.કેયૂર સોલંકી દ્વારા જેતે સમયના રાજકીય હોદ્દેદારો ના ઓથા હેઠળ ઘણા કામો કરવામાં આવ્યા છે.તો બીજી તરફ રાજન ઉર્ફ રાજુ હિંગડે દ્વારા પણ સંગઠનના હોદ્દેદાર ના ઓથા હેઠળ ઘણા કામો કરવામાં આવ્યા હોવાની માહિતી છે.ત્યારે સવાલ એ થાય છે કે ડુપ્લીકેટ પ્રકરણ બહાર આવ્યું બાદ અને તે પેહલા આ બંને કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ કામોની તપાસ થશે કે પછી બંને કોન્ટ્રાકટર ને રાજકીય આકા ઓ બચાવી લેશે ??? વધુ એહવાલ માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ