સમય ક્રાંતિ ન્યૂઝ..
આગામી ગુજરાત લોકસભા સામાન્ય ચૂટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખી તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત જુદા જુદા પ્રકારની જનજાગૃતિની પ્રવૃતિ કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજે “ચુનાવ પાઠશાળા” અંતર્ગત 172 નિઝર વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ઉચ્છલ તાલુકાના 156 નારણપુર-5 ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને મહિલા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે અંગેનો કાર્યક્રમ પ્રાથમિક શાળા નારણપુર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી વર્કર, આશા વર્કર, સખીમંડળના બહેનો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, બી.આર.સી, બીએલઓશ્રીઓ, સુપરવાઇઝરશ્રી, હાજર રહી વોટર સિગ્નેચર કેમ્પેન યોજી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અંગે પ્રતિજ્ઞા તથા સહપરિવાર મતદાન અંગેનો સંકલ્પ લીધો હતો.