સોનગઢના આમલીપાડા ગામે એક પેટ્રોલ કારમાં અચાનક ઘર આંગણે આગ લાગી જતાં પરિવાર ના સભ્યો દ્વારા કાર ને ઘરથી થોડે અંતરે ખસેડી દેતા મોટી આફત ટળી હતી જોકે આગમાં કાર ભાથું થઈ ગઈ હતી..
તાપી જિલ્લાના આમલીપાડા ગામમાં ડુંગરી ફળિયામાં રહેતા સુરેશભાઈ ગામીતે પોતાની કાર ઘરના આગળના ભાગે પાર્ક કરીને મૂકી હતી ત્યારે કોઇક અગમ્ય કારણોસર કાર માં આગ લાગી જતાં જોત જોતામાં કાર બડી ને રાખ થઈ ગઈ હતી જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેની વિગત 3 કલાકે મળી હતી..