સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી ડો. વીપીન ગર્ગ અને તાપી જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી સુશ્રી ધારા પટેલના નેતૃત્વમાં જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ત્યારે તાપી જિલ્લામાં આવેલ મેટાસ એડવેન્ટિસ્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, વ્યારા ખાતે મતદાન જાગૃતિ માટે ‘૧૫ દિવસ ઈન્ટેન્સિવ પ્રોગ્રામ’ અંતર્ગત મહેંદી મેગા ઈવેન્ટ તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવવામાં આવી હતી હતી. જેમાં શાળાના ૩૫૯ વિદ્યાર્થીઓ, શાળાના શૈક્ષણિક તેમજ બિન રશૈક્ષણિક કર્મચારી વર્ગ, વાલીઓએ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સ્વીપ ટીમે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ માસ મહેંદી મેગા ઈવેન્ટ હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓએ લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે “મતદાન છે, મહાદાન”. મતદાન લોકશાહીનો પ્રાણ છે ” વગેરે મહેંદી બનાવી લોકોને મતદાન જાગૃતિ સંદેશો પાઠવ્યો હતો.