સમય ક્રાંતિ ન્યૂઝ..
રિયાલિટી શૉ ‘બિગ બૉસ ઓટીટી 3’ તેના ગ્રાન્ડ ફિનાલેની નજીક હોવાથી, ચાહકો એ જાણવા માટે ઉત્સાહિત છે કે શોનો વિજેતા કોણ બનશે અને ટ્રૉફી ઘરે લઈ જશે. ગયા અઠવાડિયે લવકેશ કટારિયા, શિવાની કુમારી અને વિશાલ પાંડે સ્પર્ધકોને નૉમિનેટ કરવામાં આવ્યા હતા. હવે શોના છેલ્લા વીકેન્ડ કા વારમાં, શિવાની કુમારી અને વિશાલ પાંડે બંનેને ‘બિગ બોસ ઓટીટી 3’ ઘરમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા છે.
વીકેન્ડ કા વાર પર વિશાલ પાન્ડે થયો ઘરમાંથી બહાર
‘બિગ બૉસ’ના રિપોર્ટ્સ અનુસાર, શિવાની અને વિશાલને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે શિવાનીએ ટાસ્ક જીતી લીધું હતું, જેના કારણે ઘણા લોકો માને છે કે માત્ર વિશાલ પાંડેને જ શોમાંથી બહાર કરી શકાય છે. જો કે, એક્સ-ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે ઘરમાં ડબલ ઇવિક્શન થયું હતું, જેમાં શિવાની બાદ વિશાલ પાંડેને મોડી રાત્રે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.