સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના ઉચ્છલ અને સોનગઢ ખાતે આવેલ પોલીસ મથકના વહીવટદારો પોતાની મસ્તી માં ગુલ હોઈ તેમ જાણે થોડી કામગીરી થી વાહવાહી મેળવી રહ્યા છે. એલસીબી પોલીસે બુટલેગર જયેશ રાઠોડ ના ભાઈ દીપેશ રાઠોડ ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે સોનગઢ પોલીસના નાક નીચે ધંધો કરતા બૂટલેગરો બેફામ બન્યા છે.જેમાં એવી ચર્ચા છે કે સુરતના મનીષ મારવાડી ને સાથ આપનાર જયેશ રાઠોડ અને અન્ય બૂટલેગરો સોનગઢ માં બેફામ બન્યા છે.મહારાષ્ટ્ર માંથી દારૂ ઘુસાડવા બૂટલેગરો ખાસ કરીને ઉચ્છલ અને સોનગઢ પોલીસ મથકની હદ પસંદ કરતા હોય છે.
ત્યારે અગાઉ સોનગઢ પોલીસ ના નાક નીચેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂની ખેપ મારતા બુટલેગર ને ઝડપી પાડવામાં આવ્યો હતો.તો બીજી તરફ વ્યારા તાલુકા માંથી પણ smc એ રેડ કરી રાઠોડ બંધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.ત્યારે આવા બૂટલેગરો થી સ્થાનિક પોલીસ તો અજાણ નહિ હોઈ ? ખેર બધા વચ્ચે એકલ દોકલ કેસ કરીને સંતોષ માનતી ઉચ્છલ અને સોનગઢ પોલીસના નાક નીચે કેટલાય બૂટલેગરો બેફામ બન્યા છે.જિલ્લા એલસીબી પોલીસ જો દીપેશ રાઠોડ ને સોનગઢ માંથી ઝડપી પાડતી હોઈ તો સોનગઢ પોલીસ કેમ નહિ?? ત્યારે સોનગઢ પોલીસ મથકના વહીવટદારો માત્ર વહીવટ લેવામાં જ મશગુલ છે ?? એવી ચર્ચા એ જોર પકડ્યું છે.ત્યારે સોનગઢ પોલીસ મથકના અગાઉના પોલીસ કર્મચારીની બદલી થયા બાદ હાલ ના સોનગઢ ના પોલીસ કર્મચારી કેમ કેસ નથી કરી શકતા એવા સવાલ ઉઠવા પામ્યા છે …..