તાપી જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી મસુદાબેન નાયકે ભુલાકાઓને શાળા પ્રવેશ કરાવ્યો
સમય ક્રાંતિ ન્યૂઝ..
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત ઉચ્છલ તાલુકાની પ્રાથમિક શાળા હરિપુર ખાતે તાપી જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી મસુદાબેન નાયક ની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ યોજાયો હતો. જેમાં ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ રોકિનભાઈ ઉપસ્થિત રહી પ્રવેશપાત્ર બાળકોને દફતર આપી પ્રવેશ શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે શાળામાં બાળકોને સત્રાંત કસોટીમાં બાલવાટિકા થી ધોરણ આઠ સુધી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ સો ટકા હાજરી ધરાવતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન તરફથી આપવામાં આવેલા પુસ્તકોનો કોર્નર બનાવવામાં આવેલો હતો જેમાં પધારેલા મહેમાનો શાળા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ સરલાબેન, સભ્યશ્રીઓ,વાલીશ્રીઓ પુસ્તકોથી વાકેફ થયા હતા.
તેમજ ઉર્વશીબેન ખટલાવાલા ટ્રસ્ટ તરફથી બાળકોને 700 નોટબુકો આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા થયું હતું કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી સંગીતાબેનજી સુરાણીએ પધારેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ભીંતખુર્દ કેન્દ્રના કેન્દ્રચાર્ય અનિલભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શિક્ષકોના સાથ સહકારથી સફળ રહ્યો હતો.