ગુજરાતમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોરને કેન્દ્રની મંજૂરી

સમય ક્રાંતિ ન્યૂઝ..

કેન્દ્ર સરકારે ગુજરાતમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજૂરી આપી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીની બેઠકે દેશમાં કુલ રૂ. ૫૦,૬૫૫ કરોડના વિવિધ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને મંજૂરી આપી છે. જેમાં ખાસ કરીને ભારતમાલા પરિયોજનામાં એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના ૨૧૪ કિ.મી. ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરીડોર માટે રૂ. ૧૦,૫૩૪ કરોડ મંજૂર કર્યા છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભારતમાલા પરિયોજના ફેઝ-૧ અન્વયે અમૃતસરથી જામનગર સુધી સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ હાથ ધરાઈ રહ્યું છે. આ આર્થિક કોરીડોર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાથી પસાર થઈ રહ્યો છે. તેમ જ અમૃતસર અને મુંબઈ વચ્ચે એક્સપ્રેસ-વે કનેક્ટિવિટી પૂર્ણ કરવા માટે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરીડોરને ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે દ્વારા અમદાવાદ સાથે જોડવાની જરૂરિયાત છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેમ વડાપ્રધાનના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું છે. તેમણે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીનો પણ ગુજરાતને આ માતબર રકમ મંજૂર કરવા માટે આભાર દર્શાવતા ઉમેર્યુ છે કે, આ કોરીડોર ફાર્મા, ઈલેક્ટ્રોનીક્સ ક્લસ્ટર્સ અને એસ.ઈ.ઝેડ. સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને બહેતર કનેક્ટિવિટી આપશે. 

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
માનવ સેવા એ જ માધવ સેવા ગણપતિ ઉત્સવની સાથે સાથે દાદા મોરિયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા સર્વે રોગ નિદાન મેગા કેમ્પ સાથે મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરમાં આવેલ ધોડિયાવાડ વિસ્તાર જેમાં દાદા મોરીયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા ભક્તિ સાથે શક્તિ નો Read more

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, સ્થિતિ તણાવપૂર્ણ, અનેક વાહનોમાં તોડફોડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. શહેરના સૈયદપુરા વિસ્તારમાં આજે સાંજે એક ગણપતિ મંડપ પર પથ્થરમારાની ઘટનાએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પ્રાપ્ત માહિતી Read more

કેન્દ્ર સરકારે પૂર્વ ટ્રેઈની IAS પૂજા ખેડકરની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેન્દ્ર સરકારે શનિવારે 7 સપ્ટેમ્બરે પૂર્વ તાલીમાર્થી અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS)માંથી મુક્ત Read more

તાપી જિલ્લાના વ્યારા તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલીના શિક્ષિકા શ્રીમતિ ચૌધરી સંગીતાબેન દ્વારા અપાઇ રહ્યુ છે નવતર શિક્ષણ

અભ્યાસ છોડી સાસરે જતી રહેલી દિકરીઓ ફરીથી ભણે તે માટે શિક્ષણનું મહત્વ સમજાવી દિકરીઓ ને ફરી એડમિશન અપાવી ભણતર પુરું Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી