સમય ક્રાંતિ ન્યૂઝ..
જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા 4 અધિક મદદનીશ ઈજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.જેમાં જિલ્લાની અલગ અલગ આશ્રમ શાળામાં રેઇન વોટર હરવેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું,
જે કામ ફરી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હોવાના બિલો મૂકી દઈ કામોમાં ડુપ્લિગેશન કર્યું હોવાનું બહાર આવતા ફરજ મોકૂફ કરાયા છે.સમગ્ર મામલે tsp કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં કુલ 8 કામો જેની અંદાજિત કિંમત 40 લાખ હોઈ જેનું ડુપ્લિગેશન કરવામાં આવતા ધ્વનિ પટેલ, અનિલ ગામીત,ગિરીશ ચૌધરી અને અજય ચૌધરી નામના અધિક મદદનીશ ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી છે.જે માહિતી 6 કલાકે મળી હતી.