દિવ્યાંગજનો-વયોવૃદ્ધ મતદારોના એક કોલ માત્રથી ક્વિક રિસ્પોન્સ : જરૂરિયાતમંદના ઘરેઘર પહોંચી “સક્ષમ રથ”

જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી દ્વારા ઉભી કરાયેલી સક્ષમ રથની સુવિધાને મતદારો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો

મતદારોએ તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરાયેલી સુવિધાઓની સરહના કરી

પીક અપ અને ડ્રોપ આઉટની જરૂરીયાત માટે સક્ષમ એપ પર કુલ ૦૮ તથા વ્હિલચેર માટે ૩૩૯ મતદારોએ મદદ માંગી

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોને મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઉદભવે તેવા આશય સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી દ્વારા હેલ્પલાઈન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરાયેલી આ સુવિધાનો મોટી સંખ્યામાં મતદાતાઓએ લાભ લીધો હતો.

તાપી જિલ્લામાં લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મતદારોએ સમાજના જવાબદાર નગરિકની જેમ આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અશક્ત-દિવ્યાંગ-વયોવૃદ્ધ મતદારો માટે ૧૫ રૂટ પર ૧૫ સક્ષમ રથ નક્કી કરાયા હતા. જેની મદદથી આવા મતદારોને મતદાન મથક સુધી પહોંચવામાં સરળતા મળી હતી. આ સુવિધાને નાગરિકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

માત્ર એક ફોન કોલથી જ મતદારોને મદદ તથા સુવિધા ઉપલબ્ધ કરાવવા સક્ષમ રથ ઘરઆંગણે આવી જતા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોમાં મતદાન કરવાનો એક અનેરો ઉમંગ જોવા મળ્યો હતો.દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ ઘરે બેઠા પીક અપ અને ડ્રોપ આઉટ ફેસેલીટી સુવિધાની ખુબજ પ્રશંસા કરી હતી.

૨૩ બારડોલીમાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર મતવિસ્તારમાથી દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો દ્વારા સક્ષમ એપ પર કુલ ૦૮, વ્હિલચેર માટે કુલ ૩૩૯, તેમજ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા શરૂ કરેલ હેલ્પલાઇન પર કુલ ૧૨૧ ફોનકોલ્સ આવ્યા હતા. જેને ચૂંટણી તંત્ર દ્વારા ક્વિક રિસ્પોન્સ આપીને મદદ માટે તત્પર રહી હતી.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી