મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યા છે

સમય ક્રાંતિ ન્યૂઝ..

મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ ૫૦ ટકા પ્રમાણે આપવાના થતા ફાળા ને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર ૧૦% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે.જેથી વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલ કોકલીયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે.

એટલું જ નહિ જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાંથી ચાર લાખ રૂપિયા થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એક વાર કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી ૧૦ ટકા ફાળો લેવાની જોગવાઇ કરવામાં આવી છે.સુપર સ્પેશિયાલીટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા 3 આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનુ જવા આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કર્યો છે.રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ 7 લાખ રૂપિયા જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3061 કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશન માટે 214 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
રાજ્યમાં હાલ લગભગ 200 બાળકોને કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસર ની જરૂરિયાત છે. આવા એક પ્રોસેસર ની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા થાય છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના આ બાળઆરોગ્ય હિત લક્ષી નિર્ણય ને પરિણામે આવા બાળકોને માત્ર 10 ટકા ફાળામાં આ કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસરનો સેવા લાભ મળતો થશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી