સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં આવેલા ચીમર ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ભારે વરસાદથી આ ધોધ જીવંત થયો છે, ચીમર ધોધ તાપીના ગાઢ જંગલોની વચ્ચે આવેલો છે. અને અંદાજિત 200 ફૂટથી ઉંચાઈ એથી નીચે પડે છે. હાલ તાપીમાં મેઘમહેર થતા આ ધોધ ખાતે કુદરતી સૌદર્યનો અદ્ભુત નઝારો જોવા મળી રહ્યો છે.
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલ છે આ ચિમેર ધોધ આ ધોધ વરસાદને પગલે જીવંત થતાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે જેને સહેલાણી ઓ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે હાલ વરસાદના કારણે જીવંત થયેલો આ ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.વરસાદને પગલે ચીમર ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. દૂર દૂરથી પ્રવાસીઓ આ ધોધની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રવાસીઓ ચીમર ધોધનું કુદરતી સૌંદર્ય માણતા આંખોને જાણે ઠંડક આપે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમા ખાસ કરીને સુરત બરોડા અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રકૃતિ પ્રેમીઓ આ ધોધના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવતા હોય છે. ચીમેર ધોધ સુધી પંહોચવા માટે આશરે 1 થી 2 કીમી પગદંડી જવાનો રસ્તો હોવાથી સેહલાણી ઓની મુશ્કેલીઓમાં વધારો જોવા મળે છે ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન આપી રસ્તો સહિતની સુવિધાઓ પૂરી પાડે એવી લોકો માગ પણ કરી રહ્યા છે.
તાપી જિલ્લામાં ચીમર ધોધ આશરે 160 ફૂટની ઊંડાઈ ધરાવે છે. જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ ડાંગના મહલનો ગીરમાળ અને ગીરા ધોધની જેમ જ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડતા ચીમર ધોધનું સૌંદર્ય ખીલ્યું છે. તાપીના સોનગઢ તાલુકાથી 35 કિલોમીટર દૂર દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હૌંદલાની બાજુમાં આવેલ ચીમેર ગામમાં આ ધોધ આવતો હોવાથી ચીમર ધોધ તરીકે લોકપ્રિય થયો છે. ચોમાસામાં તાપીનો ચીમર ધોધનું કુદરતી સૌંદર્ય નિખરે છે.