સમય ક્રાંતિ ન્યૂઝ..
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે જવાનો બલિદાન થયા છે જ્યારે ત્રણ ઘાયલ થયા છે. જેઓને વિસ્તારની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અનંતનાગના અહલાન ગગરમંડુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
દક્ષિણ કાશ્મીરના ગંગરમુંડ-કોકરનાગમાં શનિવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા હતા. સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોની હાલત નાજુક છે. અન્ય સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને મોડી સાંજ સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. અનંતનાગથી મળેલી માહિતી મુજબ, પોલીસને આજે સવારે તેની સિસ્ટમથી માહિતી મળી હતી કે કોકરનાગના ગડોલ અહલાનના ઉપરના ભાગમાં આતંકવાદીઓનું એક જૂથ જોવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર અહલાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે આતંકવાદીઓએ સર્ચ ટીમ પર ગોળીબાર કર્યો. જેના જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. આ પહેલા 6 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બે કલાક સુધી બંને તરફથી ગોળીબાર થયો હતો. ખરાબ હવામાન અને ધુમ્મસ વચ્ચે સુરક્ષાદળોએ મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સેનાએ જંગલમાં છુપાયેલા આતંકવાદીઓની ઘેરાબંધી વધારી દીધી. હજુ સુધી કોઈ આતંકવાદી માર્યા ગયાના સમાચાર નથી.