સમય ક્રાંતિ ન્યૂઝ..
જે.કે પેપર મીલ, થર્મલ પારવ સ્ટેશન ઉકાઇ, HIL birla ઇન્ડસ્ટ્રી, વ્યારા ટાઇલ્સ ઓધૌગિક એકમોના અધિકારી-કર્મચારીઓ, લેબરો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
૨ ઑક્ટોબર -મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ તા. ૩૧ ઓકટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન ચલાવવામાં આવશે.
તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું છે. ત્યારે આજરોજ તાપી જિલ્લામાં આવેલ નાના મોટા ઔદ્યોગિક એકમોમાં “સ્વચ્છતા હી સેવા ૨૦૨૪” કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં સોનગઢ જે.કે પેપર મીલ, થર્મલ પારવ સ્ટેશસન ઉકાઇ, વાલોડના HIL birla ઇન્ડસ્ટ્રી, વ્યારા ટાઇલ્સ જેવા ઓધૌગિક એકમના અધિકારી-કર્મચારીઓ, લેબરોએ રેસીડેંસિયલ કોલોની અને ઔદ્યોગિક એમમોમાં સાફસફાઇ કરી સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.