સમય ક્રાંતિ ન્યૂઝ..
૧૦૨ વર્ષના વયોવૃદ્ધ મતદારને મતદાન મથકે લઈ જવામાં કરી મદદ
માહિતી બ્યુરો,તાપી તા.૦૭ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નવયુવા મતદારોથી લઇને વયોવૃધ્ધ, દિવ્યાંગ તેમજ અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.
ચૂંટણી ફરજ પર તૈનાત સહાયકો,સ્ટાફ સહિત સુરક્ષા જવાનો પણ આ મતદારોને મતદાન કરવામાં મદદ કરી રહ્યા છે.ત્યારે તાપી જિલ્લાના ખાનેરા ખાતે ચૂંટણી ફરજ પર તૈનાત GRD જવાન પ્રકાશ પ્રવીણભાઈ પાડવીએ ૧૦૨ વર્ષના દાદાને મતદાન કરાવવામાં મદદ કરી સરાહનિય કામગીરી હતી.