સમય ક્રાંતિ ન્યૂઝ..
સિઝનનું પેહેલું વાવાઝોડું આવી રહ્યુ છે જેમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે ‘રેમલ’ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આજે રવિવારે IMD એ તેના અપડેટને લઈને સોશિયલ મીડિયા સાઈટ X પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં, IMDએ જણાવ્યું હતું કે ચક્રવાત ‘રેમલ’બંગાળની ખાડી પર સાગર ટાપુઓથી લગભગ 290 કિમી દક્ષિણ પૂર્વમાં, ખેપુપારા (બાંગ્લાદેશ) થી 300 કિમી દક્ષિણ પૂર્વમાં અને કેનિંગ (WB) થી 320 કિમી દક્ષિણ પૂર્વમાં છે.
ચક્રવાત ‘રેમાલ’ પર, IMD વૈજ્ઞાનિક સોમનાથ દત્તાએ કહ્યું, “છેલ્લા 6 કલાકમાં ચક્રવાત ‘રેમલ’ ઉત્તર ખાડી તરફ 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે બાંગ્લાદેશના ખેપુપારાથી દક્ષિણ-પશ્ચિમ છે. હાલમાં પવનની ઝડપ 95-105 કિમી/કલાક છે. વિભાગે કહ્યું કે જ્યારે ‘રેમલ’ દરિયાકાંઠે પહોંચશે ત્યારે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની ગતિ 135 કિલોમીટર પ્રતિ કલાકની હશે.