ડાંગ જિલ્લા પંચાયતનું રૂ.૩૯૩ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

સમય ક્રાંતિ ન્યૂઝ..

ડાંગ જિલ્લા પંચાયત, આહવાનું સને ૨૦૨૩–૨૦૨૪ નાં વર્ષનું સુધારેલ તથા સને ૨૦૨૪–૨૦૨૫નાં વર્ષનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુર કરાયું છે.

ડાંગ જિલ્લા પંચાયતની હિસાબી શાખામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ સભામાં સને ૨૦૨૪–૨૦૨૫નું કુલ રૂ.૩ કરોડ ૯૩ લાખથી વધુની રકમનુ વિકાસલક્ષી અંદાજપત્ર સામાન્ય સભામાં મંજુર કરવામાં આવ્યુ છે.
ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈનનાં અધ્યક્ષ સ્થાને અને ડાંગનાં ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં ડાંગ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં ઉપસ્થિત જિલ્લા પંચાયતનાં ૧૭ સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, હિસાબી અધિકારી આર.બી.ચૌધરી સહિતનાં અધિકારીઓની ઉપસ્થિતમાં આ બજેટ રજૂ કરાયું હતું.
ગુજરાત રાજય દેશનાં વિકાસમાં પ્રથમ હરોળમાં છે, અને રાજયનાં વિકાસમાં ડાંગનો પણ ફાળો રહેલો છે. જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ એક ડુંગરાળ પ્રદેશ છે. અહીંનો ૯૦ ટકા પ્રદેશ વનઆચ્છાદિત પ્રદેશ છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘણું રહે છે. પરંતુ પિયત વિસ્તાર માટે જરૂરી ભૌગિલક પરિસ્થિતિ નથી. તેમ છતાં ખેતીવાડી ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો (ખેતી માટે) જાહેર કરાયેલ છે. ગુજરાતનાં આ જિલ્લામાં એક પણ ઔદ્યોગિક કારખાના નથી. તેમ છતાં જિલ્લાનો અન્ય જિલ્લાઓની જેમ સર્વાગી વિકાસ કરવાના આયોજન થકી જ, ડાંગનાં ગામોમાં રસ્તા, પુલો થવાના કારણે મુખ્ય મથક સાથે અહીંનાં ગામો સીધા જોડાયેલા છે.
અહીં સિંચાઈ, ખેતી, પશુપાલન વગેરે યોજનાઓનાં કારણે મહદઅંશે ખેતીનો પણ વિકાસ થવા પામ્યો છે. તો આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે.
જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી જેવી પાયાની સુવિધા લોકો સુધી પહોંચે તેમજ તેમા ઉત્તરોત્તર પ્રગતિ થાય, તેવા સતત પ્રયત્ન થઈ રહયા છે. વિકાસની સતત ચાલતી આ પ્રક્રિયામાં સૌનો સહયોગ અને માર્ગદર્શન સમયાંતરે મળતા રહયા છે. ડાંગ જિલ્લા પંચાયતને મહેસુલી આવક મળતી નથી. કરવેરા કે ખનીજ ઉત્પાદન અંગે પણ કોઈ લાભ મળતો નથી. ફક્ત વન ઉપજની ૧૦ ટકા આવક ઉપર જ આધાર રાખવો પડે છે. જેના કારણે જિલ્લા પંચાયત પાસે આવકના સ્ત્રોત નહિવત છે.
ડાંગ જિલ્લામાં કુલ ત્રણ તાલુકા અસ્તિત્વમાં છે. આમ, સ્વભંડોળ ક્ષેત્રે વહીવટી/વિકાસનાં ખર્ચમાં વધારો થવા પામ્યો છે. જે બાબતો ધ્યાને લઈ પોતાની આવકના સાધનો વધે, તે બાબત વિચાર માંગી લે છે. જિલ્લાનું સર્વલક્ષી વિકાસશીલ અંદાજપત્ર સરકારનાં ફંડ સિવાયની આવકો સિવાય તૈયાર કરવું ખુબ જ મુશ્કેલ ભર્યું કામ છે. તેમ છતાં જિલ્લાનાં વિકાસ માટે મર્યાદિત આવકને ધ્યાને લઈ આ અંદાજપત્ર તૈયાર કરાયું છે. અંદાજપત્ર તૈયાર કરવામાં જિલ્લા પંચાયતનાં સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તથા સૌ પદાધિકારીઓ અને શાખાધિકારીઓ સાથે સંકલન કરી આ અંદાજપત્રનું આયોજન શક્ય બન્યું છે. તે મુજબ સને.૨૦૨૩-૨૦૨૪નાં સુધારેલ તથા સને ૨૦૨૪-૨૦૨૫નાં અંદાજોમાં જિલ્લા પંચાયતનાં સ્વભંડોળ તેમજ સરકારી સદરે મુખ્યત્વે નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત વિકાસ ક્ષેત્રે (ત્રણ તાલુકા પંચાયતો સહીત) ફાળવણી રૂ.૭૫.૦૦ લાખ સ્વભંડોળ સદરે અને રૂ.૪૨૫૯.૦૦ લાખ સરકારી સદરો સહીતનું આયોજન કરાયું છે.
જે મુજબ ખેતીવાડી ક્ષેત્રે રૂ.૩૭.૮૦ લાખ સ્વભંડોળ સદરેથી જયારે રૂ.૨૫૯.૯૫ લાખ સરકારી સદરેથી ખર્ચની માંગણીનું આયોજન છે. જયારે પશુપાલન ક્ષેત્રે રૂ.૨.૬૧ લાખ સ્વભંડોળ સદરેથી અને રૂ.૩૯૯.૬૭ લાખ સરકારી સદરે આયોજન કરેલ છે. આરોગ્ય ક્ષેત્રે રૂ.૫.૦૦ લાખ સ્વભંડોળ સદરેથી જયારે રૂ.૧૭૮૦.૦૦ લાખ સરકારી સદરેથી ખર્ચની માંગણીનું આયોજન છે. બાંધકામ ૧ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી રૂ.૬૪.૨૧ લાખ તથા રૂ. ૯૯૯૦.૭૦ લાખ સરકારી સદરેથી જિલ્લાનાં માળખાકીય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. સિંચાઈ ક્ષેત્રે રૂ.૨૦.૦૦ લાખ સ્વભંડોળ સદરેથી તથા રૂ.૧૫૩૯.૭૦ લાખ સરકારી સદરે આયોજન કરેલ છે. શિક્ષણ ક્ષેત્રે રૂ.૨૮.૦૨ લાખ સ્વભંડોળ તથા સરકારી સદરે રૂ.૧૬૯૧૫.૬૦ લાખની જોગવાઈ કરેલ છે.
જિલ્લાનાં વિકાસનાં કામો માટે રાજય સરકાર દ્વારા આયોજન મંડળ, આદિજાતિ પેટા વિસ્તાર યોજના, પછાત વિસ્તાર અનુદાન ફંડ તેમજ અન્ય ખાતાઓ તરફથી યોજનાઓનાં લાભ મળવાથી સરકારી યોજના હેઠળ ખુટતી કડીનાં કામો પેટે અનુદાન ઉપલબ્ધ થાય છે. તેમજ મનરેગા યોજના હેઠળ રોજગારી સહ માળખાકીય સુવિધા ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહેલ છે.
આમ આવકનાં સિમિત સ્ત્રોત હોવા છતાં જિલ્લાનો સર્વાગી વિકાસ સાધવાનો પ્રયત્ન કરાયો છે તેમ, પંચાયત પ્રમુખે સભા સદસ્યોને આવકારી, બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી