તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષતામાં ચૂંટણી સબંધિત માઈક્રો ઓબઝર્વસની તાલીમ યોજાઈ

૧૭૧ વ્યારા(અ.જ.જા.) અને ૧૭૨-નિઝર (અ.જ.જા.) મત વિસ્તારના ચૂંટણી સબંધિત કુલ ૮૭ માઇક્રો ઓબ્ઝર્વર્સ અધિકારીઓએ તાલીમ મેળવી

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ચૂંટણી સબંધિત કામગીરી માટે નિયુક્ત થયેલ ૧૭૧ વ્યારા(અ.જ.જા.) અને ૧૭૨-નિઝર (અ.જ.જા.) મત વિસ્તારના કુલ ૮૭ માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગે સૌ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મતદાનના દિવસે પોલિગ બુથ પર મોકપોલના સમયે માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી મહત્વપુર્ણ બની રહે છે.પોલિંગ બુથ પર સમગ્ર કામગીરી ઉપર ધ્યાન રાખી તમામે પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે કેવીકેના અધિકારીશ્રી સી.ડી.પંડ્યા દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને મતદાનના દિનની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની માહિ‌તી અપાઈ હતી.ત્યારબાદ માઇક્રો ઓબ્ઝર્વર્સને મૂંઝવતા પશ્રોનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,સહિત ચુંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી