વારલી પેઈન્ટીંગમાં કલાત્મક રીતે રજુ કરી લોકશાહીના અવસરને યાદગાર બનાવી જિલ્લા ચૂંટણી અધિકારી

સમય ક્રાંતિ ન્યૂઝ..

પાઠકવાડીના ચિત્ર શિક્ષકે લોકશાહીના મહાપર્વ ચૂંટણી-૨૦૨૪નું વારલી પેઈન્ટીંગ તૈયાર કર્યું
ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને વારલી પેઈન્ટીંગમાં કલાત્મક રીતે રજુ કરી લોકશાહીના અવસરને યાદગાર બનાવી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગ ને વારલી પેઈન્ટીંગ અર્પણ કર્યું

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામના ચિત્ર શિક્ષક વારલી પેઈન્ટીંગ દ્વારા કોઈપણ પ્રસંગને કલાત્મક રીતે રજુ કરે છે. જીવનભારતી સ્કુલ-સુરત ખાતે ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા તુલસીદાસ એલ.પટેલ આદિવાસી લોકકલા વારલી પેઈન્ટીંગને જાળવી રાખવા માટે વિદ્યાર્થીઓને સેમીનારના માધ્યમથી પારંપારિક કલાનો પ્રચાર કરી આ શૈલીને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now


આંગણે લોકશાહીનો અવસર આવ્યો છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીને મજબૂત બનાવવા માટે વિશાળ કામગીરી હાથ ધરવામાં આવે છે. લોકો પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીમાં તમામ મતદાર નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન દ્વારા સો ટકા મતદાન થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. યુવા મતદારો, દિવ્યાંગ મતદારો, ૮૫ + મતદારો,અશક્ત મતદારો,અંધ મતદારો વિગેરે તમામ પ્રકારના મતદારો માટે વિશેષ સુવિધાઓ સાથે ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ચૂંટણી પ્રક્રિયા માટે ફરજ બજાવતા તમામ અધિકારીઓ લોકશાહીના પર્વના ભાગીદાર છે.

તેઓ દ્વારા કરવામાં આવતી જહેમતભરી કામગીરીને વારલી પેઈન્ટીંગના માધ્યમથી ચિત્રકાર તુલસીદાસે પોતાની કલાનો નિખાર આપી આકર્ષક રીતે રજુ કરી છે. ૨૩-બારડોલી (અજજા) સંસદિય મતવિસ્તારના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ને આજરોજ ચિત્ર શિક્ષક શ્રી તુલસીભાઈ એલ.પટેલ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને આવરી લેતુ વારલી પેઈન્ટીંગ જિલ્લા સેવાસદન ખાતે અર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના સમય દરમિયાન તુલસીદાસભાઈએ પોતાના ઘરને ફરજ બજાવતા તમામ વહીવટી સ્ટાફ સહિત કોરોનાની પરિસ્થિતિનું વારલી ચિત્રોથી અદભૂત સજાવટ કરીને વારલી પેઈન્ટીંગને જીવંત બનાવી દીધુ હતું. વારલી આર્ટના ચિત્રોનું સર્જન કરવા બદલ રાષ્ટ્રિય શિક્ષા રત્ન એવોર્ડ-૨૦૨૦થી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સહાયક માહિતી નિયામક નિનેશકુમાર ભાભોરે વારલી ચિત્રમાં આવરી લીધેલ વિષયોથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને અવગત કર્યા હતા. તથા નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર.બોરડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલા, સહિત ચૂંટણી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી