તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ (DHTAF) કમિટી બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ..

જાહેર અને કામના સ્થળોએ ઓ.આર.એસ.ના દ્રાવણો અને પ્રવાહીની પૂરતી માત્રામાં સુવિધા ઉપલબ્ધ કરવા અનુરોધ કરતા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ

તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ ના નેજા હેઠળ કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ સમિતીની બેઠક યોજાઇ હતી. તાજેતરમાં સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં હિટવેવની અસર જોતા હિટવેવની સંભવિત અસરોથી રક્ષણ મેળવી શકાય તે માટે ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ (DHTAF) કમિટીની રચના કરવામાં આવી છે.

બેઠકમાં કલેકટરશ્રી ડો.ગર્ગે જણાવ્યું હતું કે, હિટવેવની સંભવિત અસરો સામે યોગ્ય પગલાઓ ભરીને ગરમીથી થતી આરોગ્યલક્ષી સમસ્યાઓને નિવારી શકાય છે. ખાસ કરીને હિટવેવના સંજોગોમાં શ્રમિકો બપોરે ૧ થી સાંજે ૦૪ વાગ્યા દરમિયાન વિશ્રામ કરે. કામના સ્થળો પર ઓ.આર.એસ.ના દ્રાવણો અને પ્રવાહીની પૂરતી માત્રામાં સુવિધા ઉપલબ્ધ કરવી, એસ.ટી ડેપો, રેલ્વે, જનસેવા કેન્દ્રો,મામલતદાર કચેરીઓ,નગરસેવા કેન્દ્રો ખાતે હીટવેવ સંબધિત માર્ગદરિકા અને બેનરો લગાવવા,પાણી,ઓ.આર.એસ, મેડિકલ કીટની વ્યવસ્થા જેવા વિવિધ પગલાંઓ લેવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ આગામી સમયમાં હિટવેવ સંદર્ભે તાપી જિલ્લામાં તકેદારીના પગલાઓ ભરવામાં અને ગરમી સામે રક્ષણ મેળવવા જનજાગૃત્તિ ફેલાવવા અનુરોધ કર્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી,આર.આર.બોરડ,વ્યારા પ્રાંત અધિકારીશ્રી સહિત કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 30 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું

સમય ક્રાંતિ ન્યૂઝ.. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ Read more

ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસ જાગી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ Read more

નેપાળમાં પ્રચંડની સરકાર પડી: ફ્લોર ટેસ્ટ હાર્યા બાદ PM પદથી રાજીનામું આપ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. નેપાળના રાજકારણમાં (Politics) ભારે હલચલ મચી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું Read more

દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ, 24 કલાક માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. રાજ્ય હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી