શું આપ આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો ?

KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

Know Your Candidate’ (KYC)ની મદદથી કોઈ પણ ઉમેદવારનો ક્રિમીનલ રેકોર્ડ, ઉમેદવારી૫ત્ર સંબંધિત માહિતી અને સોગંદનામાની વિગતો મેળવી શકાશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

આપણે આપણો પવિત્ર મત કયા ઉમેદવારને આપીએ છીએ? તેના વિરૂધ્ધ કોઈ ગુનો તો દાખલ નથી થયેલો ને?, તેની સંપતિ કેટલી છે? સહિતની માહિતીના આંકલનથી પ્રાથમિક રીતે ઉમેદવારના વ્યક્તિત્વ વિશે અંદાજ લગાવી શકાય છે. જેથી ભારતીય ચુંટણી પંચ દ્વારા મતદારો પોતાના ઉમેદવારને જાણી શકે તેના વિશે માહિતી મેળવી શકે અને પારદર્શક ચૂંટણી પાર પડી શકે તેવા શુભ આશય સાથે લોકસભા ચુંટણી-૨૦૨૪ ના અનુસંધાને મતદાતાઓ માટે ‘Know Your Candidate’ (KYC) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ IOS એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. KYC ની મદદથી ભારતનો કોઈ પણ મતદાર પોતાના મતવિસ્તારના ચૂંટણી ઉમેદવાર વિશે વિવિધ માહિતી સરળતાથી મેળવી શકશે. આ એપ્લીકેશનની મદદથી કોઈપણ ઉમેદવારના ઉમેદવારી૫ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો તથા ઉમેદવારના ક્રિમીનલ રેકોર્ડની પણ માહિતી વિશે જાણી શકાશે.


આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે ઉમેદવારો ફાઈનલ થઈ ચૂક્યા છે. ત્યારે આપણા વિસ્તારના ઉમેદવારો વિશે સંપુર્ણ માહિતી મેળવવી એક જાગૃત મતદાતા તરીકે આપણી ફરજ છે. આજના ટેકનોલોજીના યુગમાં આધુનિકતા સાથે આગળ વધવા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા મતદારોને મદદરૂપ બને તેવી વિવિધ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેમાંથી એક અતિઉપયોગી એપ્લીકેશન છે- KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

બોક્ષ-૧

કેવી રીતે કામ કરે છે ‘Know Your Candidate’ (KYC) એપ્લીકેશન?

સૌપ્રથમ તો એન્ડ્રોઈડ યુઝરે ગુગલ પ્લે સ્ટોર અને આઈઓએસ યુઝરે એપલ એપ સ્ટોર પર જઈ એપ સર્ચ બોક્ષમાં Know Your Candidate કીવર્ડ ટાઈપ કરવું. એટલે તરત જ કેવાયસી-ઈસીઆઈ નામ સાથેની ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા બનાવેલ એપ્લીકેશન તમારી સામે આવી જશે. આ ડાઉનલોડ કર્યા બાદ એપ્લીકેશન ચાલું કરતા જ પ્રોસીડ બટન પર ક્લીક કરવું. એટલે યુઝર સમક્ષ એક ઈન્ટરફેસ ઓપન થશે. જેમાં કોઈ પણ ઉમેદવારને તેના નામ દ્વારા અથવા મતવિસ્તારની વિગતોને આધારે શોધી શકાશે.

આ એપમાં જે તે ઉમેદવાર તેના ફોટો સાથે યુઝર સમક્ષ બતાવવામાં આવશે, જેમા તેની પાર્ટીનું નામ, આવેદન સ્ટેટસ અને મતવિસ્તારના નામની માહિતી બતાવવામાં આવશે. સાથે જ આ વિગતોની નીચે એક ગ્રીન કલરની લાઈનમાં ‘Criminal Antecedents’ (ગુનાહિત ઈતિહાસ) લખેલું હશે. જો ‘Criminal Antecedents’ સામે ‘No’ હોય તો તેનો અર્થ છે કે ઉમેદવારનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને જો ક્રિમિનલ એન્ટેસિડન્ટ્સ સામે ‘Yes’ લખેલું હોય તો તેનો અર્થ છે કે ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. KYC એપ દ્વારા ‘Yes’ વાળા ઉમેદવાર પર ક્લિક કરીને તેના ક્રિમિનલ રેકોર્ડ વિશે વધુ વિગતે જાણકારી મેળવી શકશે. ઉપરાંત, આ એપ્લિકેશનની મદદથી નામાંકન કરનાર કુલ ઉમેદવારો અને તેમાંથી ગુનાહિત ઈતિહાસ ધરાવનાર ઉમેદવારોની કુલ સંખ્યા પણ મેળવી શકાશે.
ઉમેદવારોની સંપતિ અને દેવા વગેરેની વિગતો પણ આ KYC એપના માધ્યમથી ઉપલબ્ધ થશે, જેથી મતદારોને કોઈ ઉમેદવારોની બેનામી સંપતિ કે ભ્રષ્ટાચાર વિશે આકલન કરવાની સમજણ ઉભી થશે.

નોંધનીય છે કે, ભારતના ચૂંટણી પંચની જોગવાઈ મુજબ ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ આ માહિતી ત્રણ વખત ટેલિવિઝન પર અખબારોમાં પ્રકાશિત કરવી અથવા જાહેર કરવી જરૂરી છે.

Related Posts
મહીસાગર કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે 13 લાખની એસયુવી બુક કરાવી

સમય ક્રાંતિ ન્યૂઝ.. મહિસાગર જિલ્લામાં ચકચાર જગાવતાં કલેક્ટરના બોગસ ઓર્ડરમાં પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં સફલતા મળી છે. Read more

ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મામલે અમલસાડમાં થઈ બબાલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. Read more

મીટિંગ માટે ન આવ્યા ડોક્ટર, મમતા બેનર્જી રાહ જોતા રહ્યા, કહ્યું- હું રાજીનામું આપવા તૈયાર

સમય ક્રાંતિ ન્યૂઝ.. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું તે લોકોની માફી માંગવા માંગુ Read more

અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ તાપી…

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા તા: 11/09/2024 બુધવારે રાત્રે 10:25 કલાકે 108 દ્વારા અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી