રાજ્યભરના આર.ટી.આઈ કાર્યકર્તાઓ નંબરોના આધારે તપાસ શરૂ કરાય :ડો રાજકુમાર પડિયાન

સમય ક્રાંતિ ન્યૂઝ..

રાજ્યભરમાં મહાનગરપાલિકા સરકારી કચેરી અને અન્ય જગ્યા પર છેલ્લા પાંચ વર્ષથી આર.ટી.આઈ કરવામાં આવી હતી એવા 300 થી વધુ આરટીઆઇ કાર્યકર્તાઓને cid crime દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો….. જેના કારણે રાજ્યભરમાં આરટીઆઇ કાર્યકર્તાઓમાં ફડફાટ વ્યાપી ગયો છે…..

ગુજરાતમાં શિક્ષણ જગતમાં કેન્દ્ર સરકારના સત્તાનો દૂર ઉપયોગ કરી આરટીઆઈ કરીને સંચાલકો પાસેથી પૈસા ખંખેરતા મહેન્દ્ર પટેલ ના મોબાઈલ માંથી મળી આવેલા ગુજરાત ભર ના 300 થી વધુ આરટીઆઇ કાર્યકર્તા વિરુદ્ધ હવે cid ક્રાઈમ ગાંધીનગર સમન્સ મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેને લઇને રાજ્યમાં આરટીઆઇ કરતાં કાર્યકર્તાઓમાં ખળભળાટ મચી ગયો છે સમગ્ર પ્રકરણ cid crime ના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પડિયાન માર્ગદર્શન હેઠળ એસ જી Akash કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓને વિરુદ્ધ આર.ટી.આઈ કરીને સંચાલકો પાસે પૈસા પડાવવા બાબતની ગંભીર ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ વિભાગના મંત્રી અને સચિવ સુધી થઈ હતી જેની તપાસ આખરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં cid ક્રાઈમને સોંપવામાં આવી હતી જેની અંદર શિક્ષણ જગતમાં પૈસા પડાવતા મહેન્દ્ર પટેલ આર.ટી.આઈ કરનાર કાર્યકર્તાને પોલીસે ઝડપી પાડ્યો તો અને તેના વિરોધમાં રાજ્યમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાયા હતા.જેની તપાસ cid crime ના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પડિયાન નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ કરનાર અધિકારી એસજી દેસાઈ એ સમગ્ર તપાસને અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી હતી જેની અંદર મહેન્દ્ર પટેલ ના મોબાઈલ માંથી ગુજરાત ભરમાં અલગ અલગ શહેર અને ગામડાઓની અંદર આર.ટી.આઈ કરનાર કાર્યકર્તાઓના મોબાઈલ નંબર મળી આવ્યા હતા. જેની અંદર મળેલા મોબાઈલ નંબરના આધારે રાજ્યભરમાં છેલ્લા પાંચ વર્ષથી આ આરટીઆઇ કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલી સમગ્ર તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેમાં આર.ટી.આઈ કરનાર કાર્યકર્તા પોતાના અંગત સ્વાર્થ અર્થે કેન્દ્ર સરકારના કાયદાનો દુરુપયોગ કરીને આરટીઆઈ ના નામ પર પૈસા ખંખેરતા હોવાને ફલિત થયું હતું જેના આધારે સીઆઈડી ક્રાઇમ એ તપાસ નો વિસ્તાર હવે સમગ્ર ગુજરાતમાં શરૂ કરી દીધો છે જેની અંદર રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ તેમજ આઠ જેટલી મહાનગરપાલિકાના કચેરીમાં આરટીઆઈ કરનાર કાર્યકર્તાઓને તપાસ અર્થે આઇપીસી 91 મુજબનો સમન્સ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છેઆ ઘટનાની જાણ અલગ અલગ શહેર અને ગામડાઓમાં રહેતા આરટીઆઇ કાર્યકર્તાઓને થતા જ ફડફાટ વ્યાપી ગયો છે આગામી દિવસોમાં cid crime દ્વારા અલગ અલગ એંગલ પર તપાસ શરૂ કરતા જ રાજ્યભરમાં અધિકારીઓને ધમકાવનાર આરટીઆઇ કાર્યકર્તાઓ પર cid crime મજબૂત સકજો ખેંચી રહી છે અને જો કોઈ આરટીઆઇ કરતાં દ્વારા પોતાના અંગત સ્વાર્થ અર્થે આરટીઆઇ કરી હોય અને આર્થિક વ્યવહારો થશે તેના વિરુદ્ધ cid ક્રાઇમ દ્વારા બહાર જબરીથી પૈસા પડાવવાના ગુનો પણ નોંધવામાં આવશે તેવી માહિતી એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પડિયાન એ જણાવ્યું હતું હાલમાં સમગ્ર તપાસ એસ જી દેસાઈ કરી રહ્યા છે

Related Posts
મહીસાગર કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે 13 લાખની એસયુવી બુક કરાવી

સમય ક્રાંતિ ન્યૂઝ.. મહિસાગર જિલ્લામાં ચકચાર જગાવતાં કલેક્ટરના બોગસ ઓર્ડરમાં પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં સફલતા મળી છે. Read more

ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મામલે અમલસાડમાં થઈ બબાલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. Read more

મીટિંગ માટે ન આવ્યા ડોક્ટર, મમતા બેનર્જી રાહ જોતા રહ્યા, કહ્યું- હું રાજીનામું આપવા તૈયાર

સમય ક્રાંતિ ન્યૂઝ.. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું તે લોકોની માફી માંગવા માંગુ Read more

અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ તાપી…

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા તા: 11/09/2024 બુધવારે રાત્રે 10:25 કલાકે 108 દ્વારા અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી