સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ખ્યાતનામ હોસ્પિટલના મુખ્ય તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ દાખલ થયા બાદ વકીલ મારફતે તબીબ દ્વારા આગોતરા જામીન માટે નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.જે કેટલાક તારણો કાઢી જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.જોકે સમગ્ર મામલે સમય ક્રાંતિ ન્યુઝ પાસે ચોંકાવનારી માહિતી આવી છે.
જેમાં લંપટ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત અને વાંકલા ગામના ભાગીદાર તેમજ વ્યારા શહેરના એક ભાગીદાર દ્વારા ભેગા મળી કરોડો રૂપિયાની બે જમીન લેવામાં આવી છે.જેમાં એક કંપની બનાવી એક જગ્યામાં ત્રણેય ભાગીદારો ડાયરેકટર બન્યા છે.અને તેઓ ત્રણ ભાગીદારોના નામો છે.તો બીજી જગ્યા માં કંપનીનું નામ અને વાંકલા ગામનો ભાગીદાર તેમજ ડો શૈલેન્દ્ર ગામીત નું નામ ભાગીદાર તરીકે છે.ત્યારે સમગ્ર મામલે ઈન્કમટેકસ વિભાગ, ઈ,ડી અથવા વિજિલન્સ તપાસ કરે એવી માંગ ઉઠી છે.કારણ કે ત્રણેય ભાગીદારો પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી ??? જે ત્રણ પૈકી એક ભાગીદાર જે કદાચ નોકરી કરતા હોઈ શકે એમની પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી ??? કરોડો રૂપિયાની જગ્યા ભાગીદારો સાથે લેવામાં આવી એમાં કોણ કોણ ભાગીદાર છે ??? સમગ્ર મામલે લંપટ તબીબ પકડાઈ બાદમાં વિજિલન્સ તપાસ કરે તો સરકારના કેટલાક નાણાં પરત ખેંચવામાં સફળતા મળે એવી ચર્ચા પણ ચાલી રહી છે.ત્યારે લંપટ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત પોલીસ પકડમાં આવે એ જરૂરી થઈ પડ્યું છે …..વધુ એહવાલ માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ આભાર….