સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાં રિક્ષા ઊધી વળી જતાં ચાલકનું કરુણ મોત નિપજ્યું છે બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમ માંથી પોતાની રિક્ષા નંબર GJ 19 U 6400 લઈ ચાલક યુસુફભાઈ ગામીત રહે સિલેટવેલ પસાર થઈ રહ્યા હતા,ત્યારે પોતાની રિક્ષા ગફલત ભરી રીતે હંકારી લેવાતા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા રિક્ષા પલ્ટી મારી ગઈ હતી.જેમાં ચાલક યુસુફભાઈ ને શરીરના છાતી ના ભાગે તેમને અન્ય જગ્યાએ મૂઢ માર વાગતા તમને ગંભીર ઈજા પોહચી હતી જેને લઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થતાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે..