ડ્યુઆથ્લોન સ્પર્ધામાં અંદાજિત ૨૨૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા ફિનીશર ખેલાડીઓને પ્રામાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરાયા
સમય ક્રાંતિ ન્યૂઝ..
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વ્યસન મુક્ત-તાપી ના થીમ ઉપર જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા વહિવટી તંત્ર તાપી દ્વારા ૫:૦૦ કલાકે ડ્યુઆથ્લોન( સાઇકલિંગ અને રનિંગ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં બે ઇવેન્ટો ૩૦ કિ.મી. સાયકલિંગ + ૦૫. કી.મી. રન અને ૨૦ કિ.મી. સાયકલિંગ + ૦૩. કી.મી. રન નું આયોજન થયેલું હતું.
આ સ્પર્ધામાં અંદાજિત ૨૨૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાયોજના વહીવટીદાર શ્રી રામનિવાસ બાગુલિયા દ્વારા પધારેલ તમામ ખેલાડીઓનો પ્રોત્સાહન પુરું પાડી સ્પર્ધાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા ફિનીશર ખેલાડીઓને પ્રામાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરાયા હતા.
આ સ્પર્ધામાં તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો. વિપિન ગર્ગે ૩૦ કિ.મી. સાયકલિંગ + ૦૫. કી.મી. રન માં ભાગ લઈ વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર. બોરડ, ડેપ્યુટી કલેકટર તૃપ્તિબેન પટેલ, વ્યારા મામલતદાર શ્રી હિમાંશુભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ તેમજ તાપી જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.