પર્યાવરણહિતેષી પ્રાકૃતિક કૃષિ આજે સમયની માંગ છે – વિજયભાઈ પટેલ

આંબાની પ્રાકૃતિક ખેતીથી આ વર્ષે વિજયભાઈએ મબલખ કેરી પકવી

સમય ક્રાંતિ ન્યૂઝ..

પ્રાકૃતિક કૃષિને સર્વ સામાન્ય પરિભાષા એટલે નહિવત ખેતી ખર્ચ, વધુ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન જેમાં કૃત્રિમ જંતુનાશકો અને ખાતર વગર દેશી પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે, જે પર્યાવરણહિતેષી છે. બીજામૃત, આચ્છાદાન, જીવામૃત, ઘનજીવામૃતના સિદ્ધાંત પર આધાર રાખતી પ્રાકૃતિક ખેતીમાં ખુબ ઓછા પાણીની જરૂરિયાત હોય છે. ટૂંકમાં કહીએ તો પાણી કરતા ભેજની વધુ જરૂર હોય છે. શાકભાજી-ફળફળાદીની સારી માંગ અને યોગ્ય કિંમત મળતા પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

તાપી જિલ્લાના કેટલાંય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યાં છે. એવામાં વાલોડ તાલુકાના પેલાડ-બુહારી ગામના ખેડૂત શ્રી વિજયભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતીને અપનાવીને સંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. સ્વાભાવિક છે કે, રાસાયણિક ખેત પદ્ધતિ જમીન અને સ્વાસ્થ્યને નુકશાન કરે છે. આ બાબતથી ચિંતિત વિજયભાઈએ ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવાનો નિર્ણય કર્યો… જેના માટે આત્માપ્રોજેક્ટના અધિકારીઓએ તેમના નિર્ણયની સરાહના કરીને તેમને સાથસહકાર આપ્યો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને પ્રાકૃતિક (ગાય આધારિત) કૃષિ અપનાવનાર વિજયભાઈએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ મેળવીને આંબાનો પાક કર્યો, જેમાં આંબાની ગુણવત્તા પણ શ્રેષ્ઠ મળી અને ઉત્પાદન પણ વધ્યું.. વિજયભાઈ પટેલે જણાવ્યું કે, આજે લોકોમાં બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે જેનું મુખ્ય કારણ રસાયણ પદ્ધતિથી ઉત્પાદિત થતો ખોરાક છે. આપણા શરીર માટે ખોરાક પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક હોવો જોઈએ જે રાસાયણિક ખેતીથી શક્ય નથી.

વિજયભાઈ વધુમાં ઉમેર્યું કે, છેલ્લા થોડાક વર્ષોમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને જાગૃત કરવાનું નોંધનીય કાર્ય કર્યું છે. જેનાથી હું પણ પ્રેરિત થયો અને છેલ્લા પાંચ વર્ષથી હું પણ પ્રાકૃતિક કૃષિ તરફ આકર્ષાયો… આત્મા પ્રોજેકટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મે બે વીંગા જેટલા વિસ્તારમાં આંબાપાકનું વાવેતર કર્યું હતું. જેમાં હું જાતે ઘરની દેશી ગાયના છાણ અને ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત બનાવી તેનો પાક તથા ખેતીમાં છંટકાવ કરું છું, તેમજ નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવી દવાઓ બનાવી તેનો ખેતીમાં ઉપયોગ કરવાથી મને સારું પરિણામ મળ્યું છે. આ વર્ષે કેરી મોટી અને વજનદાર છે.

ઉલ્લેખનીય છે કે, આસપાસના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીથી થયેલા આંબા પાકના આકર્ષક ઉત્પાદનને જોવા માટે આવ્યા છે તથા ઘરે બેઠા જ કેરીના ઓર્ડર મળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી વિજયભાઈની જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. ખેતી ખર્ચ ઘટતા તેમજ આવક વધતા વિજયભાઈ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, કર્મચારીઓનો આભાર માનીને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી