તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ૨૩ બારડોલી સંસદિય મતવિસ્તાર માટે ‘ચૂંટણી નોટિસ’ જાહેર કરાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ ના રોજ યોજનારી ૨૩ બારડોલી (અ.જ.જા) સંસદીય મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી સંદર્ભે બારડોલી સંસદિય વિભાગ અને તાપી કલેકટર શ્રી ડૉ. વિપિન ગર્ગ દ્વારા સને ૧૯૬૧ ના ચૂંટણી સંચાલન નિયમોના નિયમ-૩ હેઠળ ‘ચૂંટણી નોટિસ’ જાહેર કરાઈ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી, ૨૩- બારડોલી(અ.જ.જા) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર શ્રી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી ૨૩- બારડોલી (અ.જ.જા) સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી સમક્ષ તા.૧૨ થી ૧૯ એપ્રિલ, ૨૦૨૪ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧.૦૦ થી બપોરે ૩.૦૦ કલાક દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મેળવી તેમજ ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જે માટે નિયમાનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦ એપ્રિલ, ૨૦૨૪ નાં રોજ સવારે ૧૧.૦૦ કલાકથી ચૂંટણી અધિકારી, ૨૩- બારડોલી(અ.જ.જા) સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, તાપી-વ્યારાની કચેરીના સભાખંડ, પહેલો માળ, જિલ્લા સેવા સદન પાનવાડી, પાનવાડી- વ્યારા જિ.તાપી ખાતે હાથ ધરવામાં આવશે.

ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ નાં બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૭/૦૫/૨૦૨૪નાં રોજ સવારે ૭:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા વચ્ચે થશે તેવુ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે. તેમ તાપી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી