સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરના દાદરી ફળિયા ખાતે કાચા ઘરનું કામ ચાલી રહ્યું હતું.જે દરમ્યાન ત્યાં કામ કરતા પાનવાડી ગામના 60 વર્ષીય ઈસમ રમેશભાઈ ચૌધરી ના માથાના ભાગે આકસ્મિક રીતે લાકડું પડ્યું હતું.
જેમને સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થતાં વ્યારા પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5 કલાકે મળી હતી.