સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જીઈબી કોલોનીમાં રહેતા ફરિયાદી ઉષાબેન પટેલ તેમના મૂળ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા.ત્યારે પોતાનું મકાન ને લોક કરી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા
તે દરમ્યાન કોઈક અજાણ્યા ચોર ઈસમો એ ઘર બંધ હાલતમાં જોવા મળતા તેનો સીધો લાભ લઈ ઘરમાં પ્રવેશ કરી ઘરનો દરવાજો ખોલી ઘરના કબાટમાં મુકેલા દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 89 હજાર 500 ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યાર બાદ ફરિયાદીને ઘરમાં ચોરી અંગે જાણ થતાં ઘરે બધું સર સમાંન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો જેને લઇ ચોરી થઈ અંગે ફરિયાદી દ્વારા ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી.