સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પરચૂલી ગામની આદર્શ પ્રાથમિક શાળામાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગી ગઈ હતી.જેમાં ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ આગ કાબૂમાં નહિ આવતા સોનગઢ ફાયરના જવાનોને જાણ કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પોહચી જઈ આગ પર કાબૂ મેળવવા આવ્યો હતો.જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહિ થતાં રાહત થવા પામી હતી.જે માહિતી 3 કલાકે મળી હતી.