સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ હતું તો જેમાં આમલ ગૂંડી થી ટેમ્કા-સરૈયા રોડ પર આવેલ પુલ તૂટી જતાં રસ્તો બંધ થયો છે જેને પગલે વાહન વ્યવહાર પર મોટી અસર પડી છે.તો બીજી તરફ અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે..
તાલુકા ડોલવણ , નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકામા ગત રાતે પડેલ ભારે વરસાદ ને કારણે રોડ રસ્તાને નુકસાન થયેલ હોવાથી, તમામ આંગણવાડી, અને શાળાઓમાં આજની તા.૨૬/૦૭/૨૪ ના રોજ કલેકટર દ્વાર રજા જાહેર કરવામાં આવી..
તાપી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે જનજીવન પર હવે અસર જોવા મળી રહી છે પડેલા ભારે વરસાદને પગલે ઘરો માં પાણી ભરાઈ ગયા હતા
જેમાં ડોલારા, ધાટ,ગડત, ભોજપુર દૂર, લખાલી સહિત અનેક ગામોમાં ના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે પાણી ભરાઈ જવાના કારણે રાત્રિ દરમ્યાન ઉજાગરા કરતા રહીશો એ ભારે હાલાકી વેઠવી પડી છે ,
મોટી સંખ્યામાં નુકશાની વેઠવાનો વારો પરિવારોને આવ્યો છે ઘર વખરી સહિત નો સમાન પાણીમાં પિલાઇ જવાના કારણે નુકશાન થવા પામ્યું છે ,વાલ્મીકિ નદી સહિતની નદીઓ ગાંડીતુર બની જતા રોદ્રા સ્વરૂપ ધારણ કર્યું છે જેને લઈ નીચાણ વાળા કેટલા વિસ્તારોને સાવચેતીના પગલે એલર્ટ કરાયા છે..
લખાલી આનાથ બળોકો નાં હોસ્ટેલનાં ગોડાઉન માં પાણી ભોરતા અનાથ બાળકોની ખરબ પરિસ્થિતિ થઈ
વ્યારા તાલુકાનું ઘાટ ગામમાં ના નીચાણ વાળા વિસ્તારો 15 થી વધુ પરિવાર ના ઘરોમાં પાણી ભરાઈ ઘર વખરી સહિત પલળી જતાં નુકશાની...
ડોલવણ તાલુકાના ભોજપુર દૂર ગામના નીતિન ભાઈ કોંકણી સહિતના પરિવારન ધરોમાં ભારે વરસાદને પગલે પાણી ફરી વળ્યા..
વાલોડ તાલુકાના નીચાણ વાળા વિસ્તારો પાણી ભરાઈ જતાં રાત્રિ દરમ્યાન જાગરણ કરવાની નોબત પરિવારનો આવી હતી ..
સોનગઢ તાલુકાના ગોપાલ પૂરા ગામે થી પસાર થતી નદીઓમાં ભરપૂર પાણી ની આવક થતાં લોલેવલ કૉઝવે પાણીમાં ગરક થતાં વાહન વ્યવહાર ખોરવાયો..
વાલ્મિકી નદી ગાંડીતૂર બની રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં નીચાણ વાળા વિસ્તાર ને એલર્ટ સાથે સાવચેતી રાખવા તંત્રએ કરી અપીલ..
ભેંસકાતરી રોડ ઉપર સરૈયા ગામનું કોતરડું પરથી પાણી રોડ ઉપર ફરી વળતાં વાહન વ્યવહાર પર અસર પડી નોકરિયાત વર્ગ સહિત ખેડૂતોએ ઘરે પાછા ફરવાની નોબત..
લખાલી ઉચ્ચતર માધ્યમિક શાળાની કમ્પાઉન્ડ વોલ ભારે વરસાદને પગલે તૂટી પડી આજુ બાજુના ઘરમાં પાણી ભરાયાં..
તાપીમાં સાંજે 6 વાગ્યે થી સવારના 6 વાગ્યે સુધીમાં નોંધાયેલ વરસાદ પર એક નજર..
તાલુકાનું નામ વરસાદ (MM)
(૧) નિઝર :- 09 mm
(૨) ઉચ્છલ :- 196 mm
(૩) સોનગઢ :- 110 mm
(૪) વ્યારા :- 85 mm
(૫) વાલોડ :- 111 mm
(૬) કુકરમુંડા :- 07mm
(૭) ડોલવણ :- 170mm
વાલોડ પુલ ફળિયામાં પાણી ભરાઈ જતાં બચાવ કામગીરી કરી પરિવારો ને અન્ય જગ્યાએ ખસેવામાં આવ્યા..
સોનગઢ થી આવતા હીરાવાડીનો પૂલ પણ તૂટી ગયો જેને પગલે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો..
હીરાવાડી તા.સોનગઢ મિંઢોળા નદીમાં બે લોકો (એક સ્ત્રી અને એક પુરુષ) ફસાઈ ગયેલ હતા. રેસ્ક્યુ માટે ફાયરની ટીમ સોનગઢ નગરપાલિકાને જાણ કરતા બચાવ કામગીરી માટે રવાના થયેલ. તે દરમિયાન ફસાયેલ લોકોને સ્થાનિક તરવૈયા દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવેલ છે. તેમજ ફાયરની ટીમ પણ સ્થળ પર પહોંચી ગયેલ છે..
જેસિંગપુર ગામે રાત્રે આવેલા વરસાદ ને લીધે પૂરની સ્થિતિ નિર્માણ થતાં અમુક ઘરોમાં પાણી ફરી વળતા નુકસાની થવા પામી..
પુર્ણા નદી બે કાંઠે વહી રહી છે જેની ભયજનક સપાટીએ પાણી વહી રહ્યું છે.