સમય ક્રાંતિ ન્યૂઝ..
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી વિવાદમાં આવી છે. ગ્રાહકો વેજ ફૂડનો ઓર્ડર કર્યો હતો અને તેને નોન વેજ ફૂડ ડિલિવર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. રાજકોટનાં ગૌરવ સિંઘ નામના વ્યક્તિએ હૈદરાબાદી વેજ બિરિયાની અને વેજ કબાબ ઓર્ડર કર્યું હતું, તેની જગ્યાએ માંસ મટન વાળું નોનવેજ ફૂડ ડિલિવર કરાયું હોવાનો ફરિયાદીનો આરોપ છે. રેસકોર્સ નજીક આવેલા મુંબઈ ઝાયકા નામના રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરવામાં આવ્યો હતો. ફરિયાદી ઝોમેટો સામે પોલીસ અને કોર્ટ કાર્યવાહી કરશે.
ઓનલાઈન ફૂડ ડિલિવરી એ આપણું જીવન એટલું સરળ બનાવી દીધું છે કે આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે ઘરે બેસીને આપણી પસંદગીની વાનગીઓનો આનંદ લઈ શકીએ છીએ. તાજેતરના વિકાસમાં, ફૂડ-ટેક ઝોમેટોએ બિઝનેસ વધારવા માટે તેની રેસ્ટોરન્ટ સેવાઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન રજૂ કર્યું છે. પીટીઆઈના અહેવાલ મુજબ, ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી પ્લેટફોર્મે દેશભરમાં ‘રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર’ શરૂ કર્યું છે.