ચુનાવાડી ખાતેથી વનવિભાગે પુષ્પા ફિલ્મ મુજબ લાકડાની તસ્કરી કરતા આરોપીને સાગના લાકડા સાથે ઝડપી લીધા છે

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના ચુનાવાડી ખાતેથી વનવિભાગની ટીમએ સાગના લાકડાને ડાંગ અને વલસાડ માંથી કટિંગ કરી અંબિકા નદીમાં વહેતા કરી ટેમ્પામાં ભરતા તસ્કરોને ઝડપી લીધા હતા.

વનવિભાગે ટેમ્પો અને સાગી લાકડાનો જથ્થો મળી કુલ 4 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપી નિરવ ચૌધરી અને દિલીપ ગામીતને ઝડપી લઈ અન્ય કેટલાક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5 કલાકે વનવિભાગ દ્વારા આપવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તાપી જિલ્લાના નાયબ વન સંરક્ષક પુનિત નાયર સૂચના અને માર્ગદર્શનનાં હેઠળ વ્યારા વનવિભાગ ઉનાઇ રેંજના સ્ટાફ દ્વારા ચૂનાવાડી ખાતે જંગલમાં રેડ કરતાં એક ટાટા ટેમ્પો નંબર.જીજે-05-BT-8368 સાગી લાકડા સાથે પકડાયો હતો.

ગુજરાતમાં પુષ્પા સ્ટાઇલથી સાગી લાકડાને ડાંગ અને વલસાડ માંથી કટીંગ કરી અંબિકા નદીમાં વહેવડાવી ચૂનાવાડીનાં જંગલ પાસે રાતના અંધારનો લાભ લઇ ભરતાં હતા. જેની જાણ ઉનાઈ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીને થતાં ત્યાં સ્ટાફ સાથે જાપ્તો ગોઠવી પકડવામાં આવ્યા હતા.જેમના કેટલાક ગુનેગારો અંધારાનો લાભ લઈ ભાગી છુટ્યા હતા જયારે બે ગુનેગારોને પકડી લેવામાં આવ્યા હતા જેમાથી (1) નીરવભાઈ રણજીતભાઈ ચૌધરી ગામ ચૂનાવાડી(2) દિલીપ જેઠાભાઇ ગામીત ગામ ધરમપુરી બાકીના ગુનેગારોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી