સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલણ ગામે દીપડો નજરે પડતાં વનવિભાગને જાણ કરવામાં આવતા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું.જેમાં ખેડૂત મુકેશ પટેલના ખેતર નજીક પાંજરૂ મૂકવામાં આવતા દીપડો પાંજરે પુરાઇ ગયો હતો.
જેની જાણ વનવિભાગ અને એનિમલ ટીમના સભ્યોને કરવામાં આવતા દીપડાનો કબ્જો લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી.