સમય ક્રાંતિ ન્યૂઝ..
બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ છે. પિસ્તોલ સાફ કરતી વખતે તેમને પોતાની જ પિસ્તોલથી ગોળી વાગી ગઈ હતી. આ ઘટના મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. ઓપરેશન બાદ તેમના પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે. અભિનેતા હાલ ખતરાની બહાર છે. ઘટના બની ત્યારે ગોવિંદા ઘરમાં એકલા હતા. તેમની પાસે લાઇસન્સવાળી રિવોલ્વર છે. રિવોલ્વરથી ભૂલથી ગોળી નીકળી હતી જે તેમના પગમાં વાગી હતી. આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગોવિંદાને તેની રિવોલ્વર સાફ કરતી વખતે મિસફાયરને કારણે ગોળી વાગી હતી. મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેની રિવોલ્વર જપ્ત કરી લીધી છે. ગોળી વાગવાને કારણે તેમના પગમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. તેમને સારવાર માટે અંધેરીની કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક સારવાર બાદ ગોવિંદા હવે ખતરાની બહાર છે. તેમની પુત્રી ટીના (નર્મદા) હાલમાં તેમની સાથે હોસ્પિટલમાં છે જ્યારે તેમની પત્ની સુનિતા કોલકાતામાં છે જ્યાં ગોવિંદાનો કાર્યક્રમ થવાનો હતો
ડોક્ટરો અને ફેન્સને આભાર
દરમિયાન ગોવિંદાએ આ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તમારા આશીર્વાદથી હું ઠીક છું. ભૂલથી ગોળી નીકળી હતી જેને ઓપરેશન બાદ દૂર કરવામાં આવી છે. ડોકટરો અને તમારા બધાની પ્રાર્થનાઓ માટે આભાર.