સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના એકમાત્ર સ્માર્ટ વિલેજ બુહારી ખાતે ઉપસરપંચ સુરજ દેસાઇ દ્વારા આયોજિત મહિલા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૨૪ મહિલા ક્રિકેટ ટીમો એ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચ ૩-માર્ચ ના રવિવાર ના દિને બલ્લુકાકા સ્ટેડિયમ બુહારી ખાતે યોજાઈ હતી
રવિવારના અંતિમ દિને ભવ્ય રંગારંગ ડાન્સ પર્ફોમન્સ સાથે પ્રથમ સેમીફાઈનલનો પ્રારંભ થયો હતો. જે મેચ આશાપુરા ઈલેવન અને સરસ્વતી ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં આશાપુરા ઇલેવન વિજેતા બની ને ફાઇનલ માં પ્રવેશી હતી. બીજી સેમીફાઈનલ મેચ પુર્ણા ઇલેવન અને ગોલ્ડન ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં ગોલ્ડન ઇલેવન વિજેતા બની હતી.
ફાઇનલ મેચ પૂર્વે બુહારીનાં ઉપસરપંચ સુરજ દેસાઈએ ભાગ લેનાર તમામ બહેનો નો તેમજ હજારોની સંખ્યામાં દરરોજ આઠ દિવસ સુધી મેચ નિહાળવા માટે પધારનારા દર્શકોનો આભાર માન્યો હતો. માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ સત્યજીતભાઈ દેસાઈનાં હસ્તે ટોસ કરી મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે ઉર્વી ચૌધરી અને કિંજલ ચૌધરી એ સેવા આપી હતી.
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બુહારી ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં અલ્પેશ ભંડારી, જય ભંડારી, ભાવેશ ભંડારી, મેહુલ ભંડારી, કૃણાલ ભંડારી, વાસુ ભંડારી, અંકિત ભંડારી, બિપિન ભંડારી, ભૂમિનદેસાઈ, મહેન્દ્ર ધિવર, ક્રિષ્ના, મહારાજભાઈ, ઇશ્વરભાઈ ભંડારી, યશ ધિવર, વિરેન્દ્ર ગપ્તા સહિતના યુવાનોએ ખૂબ મહેનત કરી હતી. ફાઇનલ મેચ ગોલ્ડન ઇલેવન અને આશાપુરા ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં ગોલ્ડન ઇલેવને પ્રથમ બેટિંગ કરી ૯૯ રન ફટકાર્યા હતા. નિર્ધારિત ૮ ઓવરમાં ૧૦૦ રનનો ટારગેટ આશાપુરા ઇલેવન પૂરો કરી શકી ન હતી અને અંતે આ મહિલા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોલ્ડન ઇલેવન ફાઇનલ વિજેતા બની હતી.
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કેની પટેલ, બેસ્ટ બેટર મુસ્કાન શેખ, બેસ્ટ ફિલ્ડર મમતા રાઠોડ, બેસ્ટ બોલર કેની પટેલ બની હતી અને ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ખુશી ચૌધરી બની હતી. આ તમામ મહિલા પ્લેયર્સને સુરજ દેસાઈ તરફથી સ્માર્ટ વોચ અનાયત કરવામાં આવી હતી. વિજેતા ટીમ ને સુરજભાઈ દેસાઈ તરફથી ૧૫૦૦૦ રોકડ પુરસ્કાર, ટ્રોફી તેમજ ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળો એ ફરવા જવાની ટ્રીપ એનાયત કરવામાં આવી હતી. રનર્સ અપ ટીમને પણ સુરજભાઈ દેસાઈ તરફ થી ૧૧૦૦૦ રોકડ પુરસ્કાર, ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.